Home Gujarat Amreli Duplicate Ghee Factory Sog Raid

અમરેલીમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું! : રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘી, વનસ્પતિ ઘી અને તેલનો જથ્થો કબજે

Amreli News
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2026, 02:00 PM IST

Amreli News: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે અમરેલી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે એક મોટી કાર્યવાહી કરીને શહેરમાં ધમધમતા ડુપ્લીકેટ ઘી બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. એક રહેણાંક મકાનમાં છૂપી રીતે ચાલતા આ નકલી ઘીના કારખાના પર દરોડો પાડીને પોલીસે મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રહેણાંક મકાનમાં ચાલતું હતું નેટવર્ક

મળતી માહિતી મુજબ, અમરેલીની બટારવાડી શેરી નંબર 1 માં આવેલા એક રહેણાંકી મકાનમાં નકલી ઘી બનાવવાનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું. સાવરકુંડલાના બાઢડા ગામના વતની સંજય રમેશભાઈ વીરાણી નામના શખ્સના કબજા હેઠળના આ મકાનમાં ભેળસેળયુક્ત ઘી તૈયાર કરવામાં આવતું હતું. રહેણાંક વિસ્તાર હોવાને કારણે આસપાસના લોકોને પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંધ આવી નહોતી.

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન બમણું : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારા પરિણામો

વનસ્પતિ ઘી-તેલનું મિશ્રણ અને મુદ્દામાલ જપ્ત

અમરેલી SOGની ટીમે બાતમીના આધારે જ્યારે આ મકાન પર દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી નકલી ઘી બનાવવાની સામગ્રી મળી આવી હતી. પોલીસના હાથે નીચે મુજબનો મુદ્દામાલ લાગ્યો છે. મિશ્રણ કરેલો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો, વનસ્પતિ ઘી અને વનસ્પતિ તેલ, નકલી ઘી પેક કરવા માટેના ખાલી તેમજ ભરેલા ડબ્બાઓ. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે ₹૩૫,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દોડતો થયો

આ સફળ ઓપરેશન બાદ SOGની ટીમે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગે જાણ કરી હતી. પોલીસે હાલ આ મામલે જાણવાજોગ એન્ટ્રી કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા છે. આ સેમ્પલને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા : દવે પરિવાર બન્યો મામેરાનો ભાગ્યશાળી યજમાન, વર્ષો જૂનો સંકલ્પ થયો પૂર્ણ

તહેવારોની સીઝન પહેલાં જ અમરેલી SOG દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જનતાના આરોગ્ય સાથે રમત રમતા આવા તત્વો સામે પોલીસની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ લાગી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now