Home Gujarat Kaliyugi Brother Stole Jewelry At Bens House In Mahisagar Caught Red Handed

પ્રેમ આ હદે પણ લઈ જઈ શકે? : પ્રેમીકા માટે બેનના ઘરે જ કળિયુગી ભાઈએ દાગીનાનો કર્યો હાથફેરો, રંગેહાથે ઝડપાયો

પ્રેમ આ હદે પણ લઈ જઈ શકે?
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 07:35 AM IST

મહીસાગર જિલ્લામાં પ્રેમ માટેની અજીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમિકાની જરૂરિયાત પૂરી કરવા એક કળિયુગી ભાઈએ પોતાની જ બહેનના ઘરે ચોરી કરી. કડાણા પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં મહીસાગર પોલીસે આરોપી સુરપાલ બાબુભાઈ ખાંટને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

ચોરી કરનાર કળિયુગી ભાઈ ઝડપાયો

સુરપાલ ખાંટ મૂળ સંતરામપુરના ચરાડા ગામનો રહેવાસી છે અને તે શ્રીજી લેબર કોન્ટ્રાક્ટનો ધંધો અમદાવાદ અને હાલોલમાં ચલાવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે સુરપાલ પર 2 લાખ રૂપિયાથી વધુ ભાડું બાકી હતું. ભાડું ચુકવવા માટે તેણે પોતાની પ્રેમિકાના સોનાના દાગીના ગીરવે મુક્યા હતા. ત્યારબાદ, પ્રેમિકાએ દાગીનાં પરત મેળવવા દબાણ કરતા, આરોપીએ ગીરવે મૂકેલા દાગીના પરત મેળવવા પોતાની જ બહેનના ઘરમાં ચોરી કરી.

દાગીના વેચવા જતા ઝડપાયો શખ્સ

પોલીસને માહિતી મળી હતી કે, આરોપી ચોરેલા દાગીના વેચવા માટે વીરપુરના સોનીના ઘરે આવનાર છે. પોલીસે વોચ રાખી, સુરપાલને સોનાચાંદીના દાગીના સહિત કુલ રૂ. 3,39,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. આ ઘટનાએ સમગ્ર મહીસાગર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now