Home Tech/Gadgets Just Type A Hi On Whatsapp And Find Out If Youre Blocked Or Having A Network Problem

તમને WhatsApp પર કોણે બ્લોક કર્યા? : બસ એક 'Hi' લખો અને જાણો કે તમે બ્લોક છો કે નેટવર્ક પ્રોબ્લેમ છે!

તમને WhatsApp પર કોણે બ્લોક કર્યા?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 12:41 PM IST

WhatsApp : WhatsApp આજે આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. પરંતુ ક્યારેક એવું બને છે કે, આપણે કોઈને મેસેજ કરીએ અને લાંબા સમય સુધી 'સિંગલ ટિક' જ જોવા મળે. સામેવાળા વ્યક્તિએ આપણને બ્લોક કર્યા છે કે તેમનું ઇન્ટરનેટ બંધ છે, તે સમજવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે તેમનો પ્રોફાઇલ ફોટો પણ દેખાતો ન હોય. આ મૂંઝવણને દૂર કરવા માટે હવે Meta AI એક જોરદાર ટ્રીક તરીકે ઉભરી આવ્યું છે.

સિંગલ ટિક અને બ્લોકની મૂંઝવણ

સામાન્ય રીતે જ્યારે આપણે કોઈને મેસેજ મોકલીએ અને માત્ર એક જ ટિક આવે, ત્યારે બે શક્યતાઓ હોય છે: કાં તો સામેની વ્યક્તિનું ઇન્ટરનેટ બંધ છે અથવા તેને તમને બ્લોક કર્યા છે. અત્યાર સુધી આ જાણવા માટે કોઈ સત્તાવાર બટન ન હતું, જેના કારણે યુઝર્સ હંમેશા અસમંજસમાં રહેતા હતા.

Meta AI કેવી રીતે મદદ કરશે?

વોટ્સએપમાં આવેલું નવું Meta AI ફીચર માત્ર તમારા સવાલોના જવાબ જ નથી આપતું, પણ તે તમને બ્લોક સ્ટેટસ ચેક કરવામાં પણ મદદ કરી શકે છે. આ એક સ્માર્ટ રીત છે જે ઘણા યુઝર્સ અત્યારે અજમાવી રહ્યા છે.

ટ્રીકનો ઉપયોગ કરવાની રીત

આ રહસ્ય ખોલવા માટે તમારે કોઈ લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી. બસ નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

  • સૌ પ્રથમ તે વ્યક્તિની ચેટ વિન્ડો ખોલો જેના પર તમને શંકા છે.

  • ત્યાં મેસેજ ટાઈપ કરવાના બોક્સમાં @Meta AI લખો.

  • તેના પછી એક "Hi" લખીને મેસેજ સેન્ડ કરો.

  • ધ્યાન રાખો કે, આ મેસેજમાં તમે AI ને ટેગ કરી રહ્યા છો, એટલે તે સીધો AI ને સંબોધિત હશે.

પરિણામ કેવી રીતે સમજવું?

જો મેસેજ મોકલ્યા પછી Meta AI તરત જ વળતો જવાબ આપે, તો તેનો અર્થ એ છે કે તમે બ્લોક નથી. ભલે સામેની વ્યક્તિનું ઇન્ટરનેટ બંધ હોય, પણ જો Meta AI રિસ્પોન્સ આપે તો સમજવું કે ચેટ એક્ટિવ છે. પરંતુ, જો મેસેજ મોકલ્યા પછી Meta AI તરફથી કોઈ રિપ્લાય ન આવે અને ત્યાં પણ સિંગલ ટિક જ રહે, તો તે મજબૂત સંકેત છે કે સામેવાળી વ્યક્તિએ તમને બ્લોક કર્યા છે.

અન્ય બાબતોનું પણ રાખો ધ્યાન

જોકે, આ રીત ઘણી લોકપ્રિય થઈ રહી છે, પણ તે વોટ્સએપ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર પદ્ધતિ નથી. તેથી, કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તે વ્યક્તિનું 'Last Seen', પ્રોફાઇલ અપડેટ અને વોટ્સએપ કોલ લાગે છે કે નહીં, તે પણ ચેક કરી લેવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now