Home National Jharkhand West Singhbhum Maoist Encounter Security Forces

ઝારખંડનાં પશ્ચિમ સિંહભૂમમાં થઈ અથડામણ : સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર

ઝારખંડનાં પશ્ચિમ સિંહભૂમમાં ગોળીબાર
Published by: Niraj Chokshi
Last Updated: Apr 29, 2026, 08:47 AM IST

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોનાં પેટ્રોલિંગ દરમિયાન નક્સલીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો જેના જવાબમાં સુરક્ષા દળના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. આ અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે.

આ ઘટના જિલ્લાના ટોન્ટો પોલીસ સ્ટેશન વિસ્તારના રૂતુઘૂટુ જંગલ વિસ્તારમાં બની હોવાનું જાણાવા મળ્યું છે. સુરક્ષા દળો છેલ્લા કેટલાક દિવસોથી ગોઈલકેરા અને આસપાસના વિસ્તારોમાં નક્સલીઓની હરકતોને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

આ પણ વાંચો: દ્વેષ ભર્યા ભાષણો અંગે SCની સ્પષ્ટતા : આવા કિસ્સાઓ માટે કાયદા પૂરતા છે અમલ મહત્વનો

પેટ્રોલિંગ દરમિયાન ઘાતકી હુમલો

સુરક્ષા દળો (CoBRA બટાલિયન સહિત) જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે સવારે અંદાજે 4:30 વાગ્યે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને પક્ષ વચ્ચે ગોળીબાર ચાલ્યો હતો.

આ અથડામણ વચ્ચે ગોળીબાર રુકરુકીને ચાલુ રહ્યો હતો, જ્યારે નક્સલીઓ જંગલના લાભ લઈને છટકી જવાની કોશિશ કરી રહ્યા હતા. હાલ સુધી કોઈ સત્તાવાર જાનહાનિ અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

વિસ્તારમાં હાઈ એલર્ટ અને સર્ચ ઓપરેશન

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જંગલ વિસ્તારમાં વધારાના દળોને તહેનાત કરવામાં આવ્યા છે અને વિસ્તારને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેથી નક્સલીઓને શોધી કાઢી શકાય.

પશ્ચિમ સિંહભૂમના પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી નક્સલીઓની ફરી સક્રિયતા જોવા મળી રહી છે. ખાસ કરીને સરંડા અને કોલ્હાન વિસ્તારના જંગલોમાં નક્સલીઓ પોતાની હાજરી મજબૂત કરવાની કોશિશ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: બંગાળમાં મતદાન શરૂ થતાં જ હિંસા : EVM ગ્લીચ અને રાજકીય આરોપોનું તોફાનોથી ઉઠ્યા પ્રશ્નો, શું અસર પડશે પરિણામો પર?

નક્સલ પ્રવૃત્તિ ફરી સક્રિય થવાની ચિંતા

તાજેતરમાં આ વિસ્તારમાં નક્સલીઓ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સાવચેત બની છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ, કેટલાક ટોચના નક્સલી નેતાઓ ફરીથી પોતાની ટીમને સક્રિય બનાવવાના પ્રયાસમાં છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. જંગલ વિસ્તારમાં ટેક્નિકલ સર્વેલન્સ, ડ્રોન મોનિટરિંગ અને સ્થાનિક સૂત્રોની મદદથી નક્સલીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

હાલ માટે સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આગામી સમયમાં વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now