Home International Jeff Bezos Blue Origin New Glenn Rocket Explosion

અમેરિકામાં હોટફાયર દરમિયાન સૌથી વિનાશક વિસ્ફોટ : લોંચ પેડ પર ફાટ્યું Jeff Bezos ની Blue Origin’s નું ન્યૂ ગ્લેન રોકેટ

A big blow to Jeff Bezos' company Blue Origin
Published by: Vaishnavi Pathak
Last Updated: May 29, 2026, 08:27 AM IST

જેફ બેઝોસની કંપની Blue Origin ને મોટો ફટકો, New Glenn રોકેટમાં ટેસ્ટિંગ દરમિયાન થયો જોરદાર વિસ્ફોટ

અબજોપતિ જેફ બેઝોસ (Jeff Bezos) ની સ્પેસ કંપની બ્લુ ઓરિજિન (Blue Origin) ને એક મોટો ઝટકો લાગ્યો છે. ફ્લોરિડાના કેપ કેનાવેરલ (Cape Canaveral) સ્પેસ સેન્ટર પર એક મહત્વપૂર્ણ ટેસ્ટિંગ દરમિયાન કંપનીના વિશાળકાય 'New Glenn' રોકેટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનાને કારણે એમેઝોન (Amazon) ના પ્રોજેક્ટ કુઇપર (Project Kuiper) અને NASA ના આગામી ચંદ્ર મિશન 'Artemis' ને મોટો વિલંબ થવાની આશંકા છે.

નેપાળમાં બદલાઈ ગણતંત્ર દિવસની પરંપરા: PM નહીં રાષ્ટ્રપતિએ કર્યું સંબોધન

રૂટિન ટેસ્ટિંગ દરમિયાન સર્જાયો મોટો અકસ્માત

મળતી માહિતી મુજબ, ફ્લોરિડાના લોન્ચ કોમ્પ્લેક્સ 36 પર આ 321-foot ઊંચા New Glenn રોકેટના શક્તિશાળી BE-4 એન્જિનનું સ્ટેટિક ફાયર (Static Fire) ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. રાત્રે લગભગ 9:00 વાગ્યે રોકેટને જમીન સાથે બાંધીને એન્જિન ચાલુ કરવાનો રૂટિન ટેસ્ટ શરૂ કરાયો હતો, પરંતુ અચાનક રોકેટ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ અને ધડાકો કેટલાય માઈલ દૂર કોકો બીચ (Cocoa Beach) સુધી સંભળાયો હતો અને ત્યાં લોકોની બારીઓ ધ્રૂજી ઉઠી હતી.

કોંગોમાં ઈબોલાનો કાળો કહેર: નવા 'બુંદિબુગ્યો' સ્ટ્રેઈન સામે વિજ્ઞાન લાચાર, શું આ સંકટ દુનિયા માટે ખતરો છે?

કોઈ જાનહાનિ નહીં, સ્ટાફ સુરક્ષિત

આ ભયાનક અકસ્માત બાદ બ્લુ ઓરિજિન કંપની તાત્કાલિક એક્શનમાં આવી હતી અને નુકસાનની સમીક્ષા શરૂ કરી દીધી હતી. કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ટેસ્ટિંગ દરમિયાન મોટી ખામી (Anomaly) સર્જાઈ હોવાની પુષ્ટિ કરી છે. જો કે, રાહતની વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈપણ કર્મચારી ઘાયલ થયો નથી. બ્લુ ઓરિજિન અને સ્પેસ ફોર્સ સ્ટેશને પુષ્ટિ કરી છે કે તમામ સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

"14 તારીખે છેલ્લી વાત થઈ હતી, વર્ક વિઝા માટે એપ્લાય કરવાની હતી": કેનેડામાં આણંદની દીકરીની હત્યાથી પરિવાર વેરવિખેર, માતા-પિતાનો આક્રંદ જોઈ હૈયું હચમચી જશે

જેફ બેઝોસે સોશિયલ મીડિયા પર શું કહ્યું?

આ ઘટના અંગે સ્પેસ કંપનીના માલિક જેફ બેઝોસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "આ ખૂબ જ મુશ્કેલ દિવસ હતો. વિસ્ફોટ પાછળનું અસલી કારણ શું છે તે જાણવું અત્યારે ઘણું વહેલું ગણાશે, પરંતુ અમારી ટીમ આ ખામીનું મૂળ કારણ શોધવા માટે કામ પર લાગી ગઈ છે."

આ વિસ્ફોટના કારણે હવે આગામી સમયમાં થનારા સેટેલાઇટ લોન્ચિંગ અને NASA ના મહત્વના અંતરિક્ષ પ્રોજેક્ટ્સના શિડ્યુલ ખોરવાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now