Home National Jdu Nitish Kumar Once Again Becomes National President Unopposed

નીતીશ કુમારનો દબદબો યથાવત્ : JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે ફરી વરણી, જાણો શા માટે સામે કોઈ ઉમેદવાર ન આવ્યો?

નીતીશ કુમારનો દબદબો યથાવત્
Published by: Nirali Gohil
Last Updated: Mar 24, 2026, 06:20 AM IST

Nitish Kumar JDU President: બિહારના રાજકારણના 'ચાણક્ય' ગણાતા નીતીશ કુમાર ફરી એકવાર જનતા દળ યુનાઇટેડ (JDU) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. પક્ષના સંગઠનમાં નીતીશ કુમારના કદ અને પકડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, અધ્યક્ષ પદ માટે અન્ય કોઈ નેતાએ નામાંકન પત્ર સુદ્ધાં ભર્યું નથી. જેડીયુ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, નિર્ધારિત સમય મર્યાદા પૂરી થવા છતાં નીતીશ કુમાર સિવાય અન્ય કોઈએ દાવેદારી નોંધાવી નહોતી, જેના કારણે તેમને સર્વસંમતિથી ફરી પક્ષની કમાન સોંપવામાં આવી છે.

નીતીશ કુમારની આ વરણી એવા સમયે થઈ છે જ્યારે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ છે. પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નીતીશ કુમારની સ્વીકાર્યતા અને પક્ષ પર તેમની મજબૂત પકડ આ ચૂંટણીથી સાબિત થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી જેડીયુમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો ચાલતી હતી, પરંતુ નીતીશ કુમારે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, પક્ષમાં તેમના સિવાય બીજો કોઈ મોટો વિકલ્પ હાલમાં ઉપલબ્ધ નથી. આ વરણી બાદ હવે નીતીશ કુમાર નવા જોશ સાથે પક્ષના સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓની રણનીતિ ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

11 વાગ્યા સુધી જ હતો સમય: મેદાનમાં કોઈ ન આવ્યું

જેડીયુના સંગઠનાત્મક ચૂંટણી અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટેની પ્રક્રિયા સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી. નામાંકન માટે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. નીતીશ કુમાર વતી તેમના સમર્થકોએ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જ્યારે સમય મર્યાદા પૂર્ણ થઈ ત્યારે જાણવા મળ્યું કે મેદાનમાં નીતીશ કુમાર એકમાત્ર ઉમેદવાર છે. કોઈ વિરોધ કે અન્ય દાવેદાર ન હોવાથી તેમની વરણીની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

પક્ષમાં કોઈ કદાવર નેતાએ હિંમત ન કરી

જેડીયુમાં હાલમાં અનેક મોટા નેતાઓ હોવા છતાં, નીતીશ કુમાર સામે અધ્યક્ષ પદ માટે લડવાની કોઈએ હિંમત દર્શાવી નથી. પક્ષના તમામ જૂથો અને વરિષ્ઠ નેતાઓએ અગાઉથી જ નીતીશ કુમારના નામને સમર્થન આપ્યું હતું. આ નિર્વિરોધ વરણી એ વાતનો સંકેત છે કે, જેડીયુમાં નીતીશ કુમાર જ અંતિમ નિર્ણય લેનાર નેતા છે અને પક્ષનું સમગ્ર માળખું તેમના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now