Home Tech/Gadgets Japan Launches Human Washing Machine Mirai Human Washer Features Price

હવે સુતા સુતા નાહી શક્શે લોકો : માર્કેટમાં આવી ગયું છે 'હ્યૂમશ વૉશિંગ' મશીન

હવે સુતા સુતા નાહી શક્શે લોકો
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 03:30 PM IST

ટેકનોલોજીની દુનિયામાં જાપાન હંમેશા કઈંક નવું કરવા માટે જાણીતું છે. અત્યાર સુધી આપણે કપડાં ધોવા માટેના વોશિંગ મશીનનો ઉપયોગ કરતા આવ્યા છીએ પરંતુ હવે માણસોને નવડાવતું મશીન પણ બજારમાં આવી ગયું છે. જાપાનની સાયન્સ નામની એક ટેક કંપનીએ આ અનોખી શોધ કરી છે. ઓસાકા વર્લ્ડ એક્સ્પો દરમિયાન લોકોનું ધ્યાન ખેંચનારું આ મશીન દેખાવમાં એક મોટી કેપ્સ્યુલ જેવું લાગે છે. આ મશીનની ખાસિયત એ છે કે તેમાં વ્યક્તિએ માત્ર સૂઈ જવાનું હોય છે અને બાકીનું કામ મશીન જાતે કરે છે. કપડાંના મશીનની જેમ આ મશીન ગોળ ફરતું નથી પરંતુ અત્યાધુનિક પદ્ધતિથી સ્નાન કરાવે છે.

ફ્યુચર હ્યુમન વોશરનો ઉદ્ભવ અને ઈતિહાસ આ મશીનને ફ્યુચર હ્યુમન વોશર નામ આપવામાં આવ્યું છે. છ મહિના સુધી ચાલેલા એક્સ્પો દરમિયાન લાખો લોકોએ આ અજાયબી નિહાળી હતી. આ આવિષ્કાર પાછળ એક રસપ્રદ કહાની છે. વર્ષ 1970માં યોજાયેલા ઓસાકા એક્સ્પોમાં પણ આ પ્રકારનું એક મશીન રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે સાયન્સ કંપનીના વર્તમાન અધ્યક્ષ બાળપણમાં આ મશીન જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. બાળપણની એ યાદો અને પ્રેરણામાંથી જ આ નવા અને આધુનિક મોડેલનો જન્મ થયો છે.

માત્ર શરીર જ નહીં પણ મનને પણ શાંતિ આપે છે કંપનીના પ્રવક્તા સાચિકો માએકુરાના જણાવ્યા અનુસાર આ મશીન માત્ર શરીરનો મેલ સાફ કરવાનું કામ નથી કરતું પણ તે મનને પણ શાંતિ અને આરામ આપે છે. આ મશીનમાં ખાસ પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે. જ્યારે યુઝર મશીનની અંદર હોય છે ત્યારે આ સેન્સર સતત તેના હૃદયના ધબકારા અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય મહત્વના સંકેતોનું મોનિટરિંગ કરતા રહે છે. આમ આ મશીન સ્નાનની સાથે હેલ્થ ચેકઅપ જેવું કામ પણ કરે છે.

હોટલ અને રિસોર્ટમાં વધતી માંગ આ અનોખા મશીન પ્રત્યે માત્ર જાપાન જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉત્સુકતા જોવા મળી છે. એક અમેરિકન રિસોર્ટ કંપની સહિત અનેક વિદેશી વ્યવસાયિકોએ આ ટેકનોલોજીમાં રસ દાખવ્યો છે જેને કારણે કંપનીએ હવે તેને બજારમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. ઓસાકાની એક હોટલે પોતાના મહેમાનોને યાદગાર અનુભવ આપવા માટે આ સૌથી પહેલું મશીન ખરીદ્યું છે. આ ઉપરાંત જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ ઈલેક્ટ્રોનિક્સ રિટેલર યામાડા ડેનકીએ પણ મિરાઈ હ્યુમન વોશિંગ મશીન ખરીદ્યું છે અને તેઓ 25 ડિસેમ્બરથી પોતાના સ્ટોરમાં તેનું ડેમોન્સ્ટ્રેશન શરૂ કરશે.

કિંમત અને ઉત્પાદન મર્યાદા આ મશીનની ટેકનોલોજી ખૂબ જ જટિલ અને ખર્ચાળ હોવાથી કંપનીએ શરૂઆતમાં માત્ર 50 યુનિટ બનાવવાની યોજના બનાવી છે. આ મશીનની કિંમત સામાન્ય માણસની કલ્પના બહાર છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેની કિંમત લગભગ 60 મિલિયન યેન છે જે ભારતીય ચલણ મુજબ અંદાજે 3.2 કરોડ રૂપિયા થાય છે. ડોલરમાં આ કિંમત આશરે 3.85 લાખ ડોલર જેટલી છે.

કેવી રીતે કામ કરે છે આ મશીન આ મશીન લગભગ 2.3 મીટર લાંબી કેપ્સ્યુલ જેવું હોય છે જેમાં વ્યક્તિએ આરામથી સૂઈ જવાનું હોય છે. એકવાર વ્યક્તિ અંદર જાય એટલે મશીન ઓટોમેટિક પ્રક્રિયા શરૂ કરે છે. તેમાં માઈક્રોબબલ્સ અને હળવા મિસ્ટ શાવર એટલે કે પાણીની ઝીણી ફોરાં જેવી ટેકનોલોજીથી શરીરની સફાઈ થાય છે. સ્નાન દરમિયાન અંદર ધીમું સંગીત વાગે છે અને આરામદાયક વિઝ્યુઅલ્સ દેખાય છે. સમગ્ર પ્રક્રિયામાં સેન્સર યુઝરના સ્વાસ્થ્ય પર નજર રાખે છે. લગભગ 15 મિનિટની અંદર મશીન સ્નાન કરાવીને શરીરને સૂકવી પણ દે છે જેથી બહાર આવતી વખતે વ્યક્તિ સંપૂર્ણ તાજગી અનુભવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now