Home Gujarat Jamnagar Marine Task Force Coastal Patrolling Security West Asia Tension

જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ એક્ટિવ : પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ભારતની સુરક્ષા માટે સઘન પેટ્રોલિંગ

જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ એક્ટિવ
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 11:20 AM IST

પશ્ચિમ એશિયાઈ દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા પણ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા દરિયાઈ સરહદ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભવિષ્ય સંકટોને ટાળવા માટે શાંતિ કાળ દરમિયાન આ તકેદારી રાખવાના ઉદ્દેશય સાથે આ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
જુદી જુદી ટીમો દ્વારા જામનગર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ દરિયામાં બોટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, અને સઘન પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને નવા જૂના બેડી બંદર, રોજીબંદર, માધાપર, જોડિયા ભુંગા સહિતના વિસ્તારો ઉપરાંત ખારા બેરાજા, એરફોર્સ દરિયાઈ રેન્જ વિસ્તાર, ઉપરાંત જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલા સંભવિત લેન્ડિંગ પોઇન્ટ અને ફિસિંગ સેન્ટર વગેરે સ્થળે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન મરિન કમાન્ડો ની અલગ-અલગ ટિમોએ દરિયાકાંઠાની અવાવરું જગ્યાઓનું પણ ચેકિંગ કર્યું હતું, ઉપરાંત દરિયામાં રહેલી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ તથા તપાસ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ સમગ્ર સુરક્ષા કવાયત એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસમાં નિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્કફોર્સ ના આઈ જી પી. એલ. માલ અને મરીન ટાસ્ક ફોર્સના હજીરા ના એચ.ડી. એસ. જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને તમામ મરીન કમાન્ડોએ આ ઓપરેશન ને સફળ બનાવ્યું છે. ટાસ્કફોર્સના જણાવ્યા અનુસાર કોઈપણ કટોકટી પૂર્ણ સમયગાળા માંથી પસાર ન થવું પડે, તે માટે સામાન્ય પરિસ્થિતિ દરમિયાન રાખવામાં આવતી તકેદારી સૌથી વધુ અસરકારક સાબિત થાય છે, અને શાંતિ કાળમાં સુરક્ષા માટે આ કવાયત મહત્વની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now