રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે એક એવી કરૂણાંતિકા સર્જાઈ જેના પડઘા આખા દેશમાં પડ્યા. બપોરે 3:30 વાગ્યે એક ચાલતી AC સ્લીપર બસમાં આગ ફાટી નીકળી, જેના કારણે 20 મુસાફરો જીવ ગુમાવવા પડ્યા.
આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે બસ પળોમાં જ જ્વાળાઓની લપેટમાં આવી ગઈ.
ઘટનાથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી, બચાવ કાર્ય હાથ ધર્યું.
પોકરણના ધારાસભ્ય પ્રતાપ પુરીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે, જ્યારે પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવે છે.
અકસ્માતની વિગત
બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા.
આગમાં 20 જણ જીવ ગુમાવ્યા અને 15 જેટલા ગંભીર રીતે દાઝી ગયા.
ઘાયલોમાં બે બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.
બધાને પહેલા જેસલમેરની જવાહર હોસ્પિટલમાં ખસેડાયા, ત્યારબાદ ગંભીર ઘાયલોને જોધપુર રિફર કરવામાં આવ્યા.
બહુજન મુસાફરો 70 ટકા સુધી દાઝી ગયા હતા.
મૃતકોની ઓળખ DNA પરીક્ષણ દ્વારા કરવામાં આવશે.
કલેક્ટર પ્રતાપ સિંહે મૃતકોના પરિવારજનોને ઓળખ માટે એડમિનિસ્ટ્રેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે.
અકસ્માત થૈયાત ગામ નજીક થયો
બસ જેસલમેરથી જોધપુર જવા બપોરે 3 વાગ્યે નીકળી હતી.
રસ્તામાં લગભગ 20 કિલોમીટર દૂર થૈયાત ગામ નજીક બસના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતા લોકો ચકિત થઈ ગયા.
પળોમાં જ આગ આખી બસમાં ફેલાઈ ગઈ.
સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરી, ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી.
બળી ગયેલા મુસાફરોને ત્રણ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
કેન્દ્ર સરકાર તરફથી સહાયની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું અને સહાયની જાહેરાત કરી.
“જેસલમેરમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિથી હું અત્યંત દુઃખી છું.
મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ છે અને ઘાયલો જલ્દી સાજા થાય એવી પ્રાર્થના.”કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરી.
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઘટનાસ્થળે પહોંચ્યા
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુર્ઘટનાગ્રસ્ત બસનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની માહિતી મેળવી.
ત્યારબાદ તેમણે જોધપુર જઈને ઘાયલ મુસાફરોની મુલાકાત લીધી અને ઉપચાર વ્યવસ્થાની સમીક્ષા કરી.