Home Gujarat Jain Community Calls Death Of Jain Monk In Road Accident A Murder

જૈન મુનિની હત્યાના પડઘા ગુજરાતમાં પડ્યા : જૈન સમુદાયે શાંતિમય રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન

જૈન મુનિની હત્યાના પડઘા ગુજરાતમાં પડ્યા
Published by: OBS Bureau
Last Updated: Jun 06, 2025, 09:12 AM IST

સુરત શહેરમાં જૈન સમુદાયે જિનશાસનના આચાર્ય સાધુજીના દુર્ઘટનામાં થયેલા મોતને લઈને તીવ્ર સંવેદના વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી. આ રેલી ઋષભ ચાર રસ્તા પરથી શરૂ થઈ હતી, જેમાં હજારો શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીજી અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ સરકારને અવગત કરાવાનો હતો કે, સાધુઓ માટે માર્ગ સલામતીના પગલાં લેવાં જરૂરી છે.

જૈન મુનિની હત્યાના પડઘા ગુજરાતમાં
જૈન સમાજે જણાવ્યું કે રાજસ્થામાં માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એ માત્ર દુર્ઘટના નથી પણ ગંભીર બાબત છે જેને હત્યા તરીકે જોવી જોઈએ. આવેદનમાં માંગ કરવામાં આવી કે, ચાલતા યાત્રા પર જતાં સાધુ-સાધ્વીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે, ભાવિમાં આવાં દુર્ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમો વધુ સઘન બનાવવામાં આવે,રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગસુરક્ષા નીતિ જારી કરવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now