Home Gujarat Jagdish Trivedi Sarcasm On Bridge Tragedy Gujrat Govenment

ગંભીરા બ્રિજ દુર્ઘટના પર કલાકારનો કટાક્ષ : "પતા હી નહીં ચલતા યારો, પુલ ગીર રહા હૈ કી ઇન્સાનિયત ગીર રહી હૈ"

ગંભીરા બ્રિજ દુર્ઘટના પર કલાકારનો કટાક્ષ
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 06:30 AM IST

Gambhira Bridge collapsed: ગુજરાતમાં ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના આજે એટલે કે, 9 જુલાઈ 2025ના રોજ બે કટકા થઈ ગયા છે. આ દુર્ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો ગાડી સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં અત્યારસુધી 14 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના પર હાસ્ય કલાકાર અને પદ્મશ્રી ડો.જગદીશ ત્રીવેદીએ સરકાર પર કટાક્ષ કર્યા છે.

શું કહ્યું ડો.જગદીશ ત્રિવેદીએ
હાસ્ય કલાકાર અને પદ્મશ્રી વિજેતા ડો.જગદીશ ત્રિવેદીએ ગંભીરા બ્રિજને લઈ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું પતા હી નહીં ચલતા યારો, પુલ ગીર રહા હૈ કી ઇન્સાનિયત ગીર રહી હૈ. તેમણે વધુમાં કહ્યું હું છેલ્લા ત્રણ મહિનાથી અમેરીકા અને કેનેડાના પ્રવાસે છું અહીં ઉપરા છાપરી સાત સાત પૂલ હોય છે. પરંતુ કંકરી પણ નથી ખરતી. તેમને પંકિત દ્રારા કહ્યું એક પુલ નદીમાં જળ સમાધિ લેતા પહેલા ડાયિંગ ડેક્લેરેશમાં બોલે છે.

" કે સિમેન્ટ નેતા ખાઈ ગયો"
" મેં નથી ખાધી"
"લોંખડ કોન્ટ્રકાટર ખાઈ ગયો! જે મેં નથી ખાધું."
"રેતી અને કપચી સરકારી અધિકારી ખાઈ ગયો"
"જે મે નથી ખાધી"
"આ કંઈ મેં નથી ખાધું"
" અને એટલા માટે હું ઉપવાસી પુલ"
જળ સમાધી લઈ રહ્યો"

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now