અમદાવાદ શહેરનાં રંગરુપ બદલાશે. 1 વર્ષમાં અમદાવાદના એસજી હાઈવેની કાયાપલટ થઈ જશે. અમદાવાદના કેટલાંક રોડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ગાંધીનગર-સરખેજ હાઇવે ઉપર વૈષ્ણોદેવીથી ઉજાલા સર્કલ સુધીનો રોડ ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં ઇસ્કોન જંક્શનથી પકવાન જંક્શન સુધીના સર્વિસ રોડને 6 કરોડનાં ખર્ચે સિટી એન્ટ્રી તરીકે આઇકોનિક ડિઝાઇન સાથે ડેવલપ કરવામાં આવશે. રાત્રિના સમયે ડેકોરેટિવ લાઇટિંગના કારણે બાળકો અને વડીલોને હરવા ફરવાના સ્થળમાં વધારો થશે. જેને લઈને હાલ તમામ આયોજન કરી દેવામાં આવ્યા છે. આ રોડ કેવો બનશે તે ગ્રાફિક્લી પણ લે આઉટ તૈયાર કરાવમાં આવ્યું છે.
AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યું કે આઇકોનિક રોડ પર જુદી-જુદી ડિઝાઈનનાં સ્ટ્રીટ લાઇટ પોલ, ડેકોરેટિવ ફિટીંગ્સથી રોડની સુંદરતામાં વધારો થશે. સર્વિસ રોડના ડેવલોપમેન્ટમાં ગ્રીન પેચમાં લેન્ડસ્કેપિંગ અને બાળકોને રમતગમતનાં સાધનો પણ મૂકવામાં આવશે. ફૂટપાથ અને ગ્રીન પેચ તેમજ આગવી લાઈટથી ગ્રીનરી નીખરી આવશે. પકવાન ચાર રસ્તા અને સર્વિસ રોડથી શહેરમાં પ્રવેશનારને લાઈટીંગ અને ગ્રીનરી વગેરેનાં કારણે આઈકોનિક રોડ જેવો અનુભવ થશે.
કોર્પોરેશનના અંદાજ કરતા 13.13 ટકા ઓછા ભાવ ભરતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રવેશતાં માર્ગો ઉપર સિટી એન્ટ્રી ડેવલપ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. તેનાં ભાગરૂપે ઇસ્કોન જંક્શનથી પકવાન જંક્શન સુધીનાં સર્વિસ રોડને ડેવલોપ કરવાના પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. સર્વિસ રોડ ઉપર નવા આધુનિક ડિઝાઈન ધરાવતાં સ્ટ્રીટ પોલ તેમજ નવી ડિઝાઈનની ફૂટપાથ અને ગ્રીન પેચમાં ડેકોરેટિવ ફિટીંગ્સ સહિત નવા પોસ્ટ ટોપ પોલ્સ સહિતની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમા કોન્ટ્રાક્ટરે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અંદાજ કરતાં 13.13 ટકા ઓછા ભાવ ભરતાં તેઓને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





