Home Gujarat Isudan Gadhvi Aam Aadmi Party Has Formed A Bla 2 Team Of 20000 People

આમ આદમી પાર્ટીએ બનાવી 20,000 લોકોની BLA 2 ની ટીમ : ગુજરાતમાં SIR ની પ્રક્રિયામાં જે લોકોના નામ કપાઈ ગયા છે તેમની મદદ કરશે - ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીએ બનાવી 20,000 લોકોની BLA 2 ની ટીમ
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 12:35 PM IST

AAP on SIR: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી SIR મુદ્દે એક મહત્વપૂર્ણ વાત જણાવતા હતું કે, ગુજરાતમાં SIR ની પ્રક્રિયામાં 73,73,000 વોટ કાપી નાખવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ 20,000 લોકોની BLA 2 ની ટીમ બનાવી છે, તો 20,000 લોકો જે લોકોના નામ કપાઈ ગયા છે એ લોકોને મદદ કરશે. આ આંકડાઓથી દેખાઈ રહ્યું છે કે, હવે ભાજપ ખૂબ જ ખરાબ રીતે ચૂંટણી હારી રહી છે, ભાજપ બૌખલાઈ ગઈ છે અને ભાજપથી લોકો કંટાળી ગયા છે. ભાજપનું 30 વર્ષનો કુશાસન હવે લોકોને ગુસ્સો અપાવી રહ્યો છે.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, ચારે બાજુ આંદોલન થઈ રહ્યા છે, ખેડૂતો, બેરોજગાર યુવા, મહિલાઓ અને મિડલ ક્લાસ પણ આંદોલનના મૂડમાં છે, સાથે સાથે સરકારી કર્મચારીઓ પણ ન્યાય નથી મળી રહ્યો, સરકારી કર્મચારીઓને સારો પગાર પણ નથી મળી રહ્યો, ખેડૂતોને સારો ભાવ નથી મળી રહ્યો અને દરેક માર્કેટ યાર્ડમાં ખેડૂતો સાથે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

ઇસુડાં ગઢવી વધુમાં બોલ્યા, આવી પરિસ્થિતિઓના કારણે ચારેબાજુથી ભાજપ વિરુદ્ધ રોષનો માહોલ ઊભો થઈ રહ્યો છે. તો હવે ભાજપ ગમે તેટલો પ્રયત્ન કરી લે પરંતુ જનતા આમ આદમી પાર્ટી પર જ વિશ્વાસ મૂકશે, એવી અમને પૂરેપૂરી આશા છે અને જે આંકડા આવ્યા છે એનો અમે બાઈફરકેશન પણ કરીશું અને જે લોકોનો વોટ કપાઈ ગયો હશે, એ લોકો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરશે તો અમે તેમનું નામ ફરીથી એડ કરાવવામાં મદદ કરીશું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now