અમદાવાદ: શાહઆલમ વિસ્તારમાં રહેતો અને સામાન્ય નોકરી કરતો યુવક સોમવારની મોડી રાતે તેના મિત્ર સાથે પાન ખાવા માટે નીકળ્યો હતો. ગલ્લે પહોંચ્યો ત્યાં ત્રણ ટપોરીઓ આવ્યા અને યુવક પાસે રૂપિયા માંગવા લાગ્યા હતા. યુવકે રૂપિયા આપવાથી ઇનકાર કરતા તેને ચપ્પાના ઘા મારીને ત્રણેય આરોપી નાસી છુટ્યા હતા. આ મામલે ઘાયલ યુવકે સારવાર લીધા બાદ ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.
શાહઆલમ ટોલનાકા પાસે આવેલી રસુલાબાદ સોસાયટીમાં રહેતા ઈરફાન અજમેરી (36) સામાન્ય નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ ઈરફાન અજમેરી તેના મિત્ર જોડે રાત્રીના સમયે પાનના ગલ્લે ગયો હતો. ત્યાં આગળ તેના ત્રણ મિત્રો આવ્યા અને ઈરફાન પાસે વાપરવાના રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ઈરફાને રૂપિયા આપવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સો ઈરફાન જોડે ઝઘડો કરવા લાગ્યા હતા.
જોતજોતામાં નદીમ તેની પાસે રહેલી છરી લઈને આવ્યો અને ઈરફાને મારી દીધી હતી. ઈરફાને બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઇ જતા નદીમ બાદશાહ, આરીદ ઉર્ફે ફક્કો, ઇશાક ભાઈ નાસી છુટ્યા હતા. ત્યારબા ઈરફાનના ભાઈને જાણ થતા તેને સારવાર માટે લઇ જવાયો હતો. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






