Home Tech/Gadgets Is Buying An Old Android Tablet Beneficial Or Harmful Know This Before Buying Old Gadgets

જૂનું એન્ડ્રોઇડ ટેબ્લેટ ખરીદવું ફાયદાકારક છે કે નુકસાનકારક? : જૂના ગેજેટ્સ ખરીદતા પહેલા આટલું ખાસ જાણી લેજો!

જૂનું એન્ડ્રોઇડ ટેબ્લેટ ખરીદવું ફાયદાકારક છે કે નુકસાનકારક?
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 01:30 PM IST

Second hand tablet : આજના ડિજિટલ યુગમાં ટેબ્લેટ એક એવું ગેજેટ બની ગયું છે, જે સ્માર્ટફોન જેવી પોર્ટેબિલિટી અને લેપટોપ જેવું કામ કરવાની ક્ષમતા આપે છે. જોકે, નવા ટેબ્લેટની કિંમત ઘણીવાર બજેટની બહાર હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 'સેકન્ડ હેન્ડ' અથવા વપરાયેલા એન્ડ્રોઇડ ટેબ્લેટ તરફ વળે છે. પરંતુ શું જૂનું ટેબ્લેટ ખરીદવું એ ખરેખર સમજદારી છે? જાણો તેના ફાયદા અને ગેરફાયદા વિશેની માહિતી.

બજેટ અને બચત

જૂનું ટેબ્લેટ ખરીદવાનો સૌથી મોટો અને મુખ્ય ફાયદો 'પૈસાની બચત' છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં તમને એપલ કે સેમસંગ જેવા મોટી બ્રાન્ડ્સના મોંઘા અને હાઇ-એન્ડ ટેબ્લેટ્સ પણ ખૂબ જ સસ્તા ભાવે મળી શકે છે. જો તમારું બજેટ ઓછું હોય, તો તમે જૂના ડિવાઇસ દ્વારા પ્રીમિયમ ફીચર્સનો અનુભવ ઓછા ખર્ચે કરી શકો છો.

વોરંટી અને સુરક્ષા

ઘણીવાર આપણને લાગે છે કે, જૂની વસ્તુમાં વોરંટી નહીં મળે, પણ અત્યારે માર્કેટ બદલાયું છે. 'રિફર્બિશ્ડ' (Refurbished) ગેજેટ્સ વેચતા ઓનલાઇન પ્લેટફોર્મ્સ હવે 6 મહિનાથી 1 વર્ષ સુધીની વોરંટી અને રિટર્ન પોલિસી પણ આપે છે. આનાથી ગ્રાહકોમાં વિશ્વાસ વધે છે કે, જો ડિવાઇસ ખરાબ નીકળે તો તેમના પૈસા ડૂબશે નહીં.

સોફ્ટવેરની મર્યાદા

જૂના ટેબ્લેટનો સૌથી મોટો ગેરફાયદો તેનો સોફ્ટવેર સપોર્ટ છે. સ્માર્ટફોનની સરખામણીએ ટેબ્લેટમાં કંપનીઓ લાંબા સમય સુધી અપડેટ્સ આપતી નથી. જો તમે ખૂબ જૂનું મોડલ ખરીદો છો, તો બની શકે કે તેમાં લેટેસ્ટ એપ્સ ન ચાલે અથવા સિક્યોરિટી પેચ ન મળે. આના કારણે તમારા ડેટાની સુરક્ષા પર જોખમ ઊભું થઈ શકે છે.

હાર્ડવેર અને બેટરીની સમસ્યા

કોઈપણ વપરાયેલ ઇલેક્ટ્રોનિક આઇટમમાં હાર્ડવેરની સમસ્યા રહેવાની શક્યતા હોય છે. ડિસ્પ્લે પર સ્ક્રેચ, ટચ રિસ્પોન્સમાં ધીમાપણું કે, સ્પીકરમાં ખામી હોઈ શકે છે. સૌથી મહત્વની વાત બેટરીની છે; જૂના ટેબ્લેટની બેટરી ઉતરી જવાની સમસ્યા સામાન્ય છે. તેથી, ખરીદતા પહેલા બેટરી હેલ્થ અને સ્ક્રીનની ક્વોલિટી ખાસ તપાસવી જોઈએ.

શું કરવું જોઈએ?

જો તમે સામાન્ય એન્ટરટેઈનમેન્ટ કે બાળકોના અભ્યાસ માટે ટેબ્લેટ શોધી રહ્યા હોવ, તો સેકન્ડ હેન્ડ ટેબ્લેટ એક સારો ઓપ્શન છે. પરંતુ, જો તમારે ઓફિસનું ભારે કામ કરવું હોય કે લાંબા સમય સુધી વાપરવું હોય, તો સોફ્ટવેર અપડેટ્સ અને બેટરીનું ધ્યાન રાખીને જ નિર્ણય લેવો હિતાવહ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now