વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાં ગણાતા હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) અંગે ઈરાને એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના યુદ્ધવિરામ અને આંતરિમ સમજૂતી બાદ હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે, પરંતુ હવે અહીંથી પસાર થનારા તમામ વ્યાપારી જહાજો માટે ટ્રાન્ઝિટ પાસ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ઈરાન દ્વારા રચાયેલી પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA)એ નવા નિયમો જાહેર કર્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ અને વેપાર ક્ષેત્રમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
હોર્મુઝ જળમાર્ગ વિશ્વના ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલ અને એલએનજી (LNG)નો વેપાર આ માર્ગ મારફતે થાય છે. યુદ્ધ અને નાકાબંધીના કારણે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અહીં જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી હતી. હવે માર્ગ ખુલતા જ હજારો જહાજો ફરીથી પસાર થવા આતુર હોવાથી ભારે ટ્રાફિક અને જહાજોની લાંબી કતારો સર્જાઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ટ્રાન્ઝિટ પાસ મેળવવા માટે શું કરવું પડશે?
PGSA દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ, કોઈપણ જહાજને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા માટે ઓછામાં ઓછા 48 કલાક અગાઉ અરજી કરવી પડશે. અરજી દરમિયાન જહાજના રૂટ, માલસામાન, માલિકીની વિગતો, સંપર્ક માહિતી અને મુસાફરી સંબંધિત અન્ય માહિતી આપવી ફરજિયાત રહેશે. અરજીની ચકાસણી થયા બાદ જ ટ્રાન્ઝિટ પાસ આપવામાં આવશે અને ત્યાર પછી જ જહાજને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી મળશે.
ઈરાનનું કહેવું છે કે આ વ્યવસ્થા જહાજોની સુરક્ષા, માર્ગ વ્યવસ્થાપન અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે. જહાજોએ સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહેવું પડશે અને નિર્ધારિત માર્ગદર્શનનું પાલન કરવું પડશે.
આ પણ વાંચો: જોરદાર ધડાકો, ધુમાડો અને ચીસો... : લંડન નજીક બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, ડ્રાઈવરનું મોત; 89 જેટલા લોકો ઘાયલ
60 દિવસ સુધી કોઈ ફી નહીં, છતાં ઉદ્યોગમાં ચિંતા
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ઈરાને આગામી 60 દિવસ સુધી હોર્મુઝ જળમાર્ગના ઉપયોગ માટે કોઈ ટોલ, સુરક્ષા ફી કે સર્વિસ ચાર્જ નહીં વસૂલવાનો નિર્ણય કર્યો છે. જોકે ટ્રાન્ઝિટ પાસ અને પૂર્વ મંજૂરીની પ્રક્રિયા યથાવત રહેશે.
તેમ છતાં વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં ચિંતા યથાવત છે. ઘણા આંતરરાષ્ટ્રીય જહાજ માલિકો અને શિપિંગ સંગઠનોનું માનવું છે કે હોર્મુઝ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને ત્યાંથી પસાર થવા માટે એકતરફી પરમિટ વ્યવસ્થા ભવિષ્યમાં વિવાદનું કારણ બની શકે છે. કેટલાક નિષ્ણાતોએ આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદા હેઠળ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: શાંતિ કરાર ટકશે કે નહીં? : સીઝફાયર કર્યાના કલાકોમાં જ ઈઝરાયેલનો દક્ષિણ લેબેનોનમાં મોટો હુમલો, 5ના મોત
યુદ્ધ પછીની પરિસ્થિતિમાં મોટો ફેરફાર
અહેવાલો મુજબ અમેરિકા-ઈરાન સંઘર્ષ દરમિયાન હોર્મુઝ જળમાર્ગમાં સુરક્ષા જોખમો વધ્યા હતા. જહાજોની અવરજવર ઘટી ગઈ હતી અને અનેક જહાજો માર્ગની બંને બાજુ અટવાઈ ગયા હતા. હવે યુદ્ધવિરામ અને સમજૂતી બાદ ફરીથી તેલ નિકાસ અને વેપાર ગતિ પકડતો જોવા મળી રહ્યો છે. કેટલાક ખાડી દેશોએ પણ પોતાના તેલ નિકાસ કાર્યક્રમોમાં વધારો શરૂ કર્યો છે.
હોર્મુઝ જળમાર્ગ ખુલતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના પુરવઠામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગામી સપ્તાહોમાં જહાજોની અવરજવર સામાન્ય સ્થિતિમાં પરત ફરશે તો વૈશ્વિક ઊર્જા બજારોમાં સ્થિરતા જોવા મળી શકે છે.
આ પણ વાંચો: ટેક્સાસમાં ભારતીય મૂળના પરિવારનો કરુણ અંત : 19 વર્ષના દીકરાએ માતા-પિતા અને દાદીને ગોળી ધરબી દેતા ચકચાર
ભારત સહિત અનેક દેશો માટે કેમ મહત્વપૂર્ણ?
ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયાના દેશોમાંથી આયાત કરે છે. ખાસ કરીને સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ, કુવૈત અને કતારથી આવતા તેલ અને ગેસનો મોટો ભાગ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થાય છે. તેથી અહીં સર્જાતી કોઈપણ રાજકીય કે સુરક્ષાકીય સ્થિતિ ભારતના ઊર્જા ખર્ચ અને વેપાર પર સીધી અસર કરી શકે





