London Train Collision: બ્રિટનની રાજધાની લંડન નજીક શુક્રવારે સાંજે એક ગંભીર રેલ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બેડફોર્ડ અને લ્યુટન વચ્ચેના રેલવે રૂટ પર બે પેસેન્જર ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ ઇમરજન્સી સેવાઓ, ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમો અને એર એમ્બ્યુલન્સને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ઈસ્ટ મિડલેન્ડ્સ રેલવેની બે ટ્રેનો વચ્ચે થયો હતો. ઘટનાના પગલે રેલવે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
બેડફોર્ડ નજીક થયો અકસ્માત
બ્રિટિશ પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ઘટના લંડનથી આશરે 90 કિલોમીટર ઉત્તરમાં આવેલા બેડફોર્ડ વિસ્તારમાં બની હતી. શુક્રવારે સાંજે આશરે 6:45 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. સાંજના સમયે થયેલી આ ટક્કરની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બેડફોર્ડશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ દ્વારા પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતીની રાહ જોવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: શાંતિ કરાર ટકશે કે નહીં? : સીઝફાયર કર્યાના કલાકોમાં જ ઈઝરાયેલનો દક્ષિણ લેબેનોનમાં મોટો હુમલો, 5ના મોત
મુસાફરોમાં ગભરાટનો માહોલ
અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં ક્ષતિગ્રસ્ત ટ્રેનો અને ટ્રેકની આસપાસ ઉભેલા મુસાફરો જોવા મળ્યા હતા. ઘણા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે. સ્થાનિક અહેવાલો અનુસાર, કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે કેટલા લોકો ઘાયલ થયા છે અથવા તેમની સ્થિતિ કેવી છે તે અંગે સત્તાવાર આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
એર એમ્બ્યુલન્સ સહિત વિશેષ ટીમો તૈનાત
ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે આ ઘટનાને ગંભીર રેલ દુર્ઘટના ગણાવી છે. ઘટનાસ્થળે એર એમ્બ્યુલન્સ ઉપરાંત હેઝાર્ડસ એરિયા રિસ્પોન્સ ટીમ અને વિશેષ મેડિકલ સ્ટાફને મોકલવામાં આવ્યો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તમામ સંસાધનો કાર્યરત કરવામાં આવ્યા છે. સ્થાનિક હોસ્પિટલોમાં પણ ઈમરજન્સી વ્યવસ્થા સક્રિય કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ટેક્સાસમાં ભારતીય મૂળના પરિવારનો કરુણ અંત : 19 વર્ષના દીકરાએ માતા-પિતા અને દાદીને ગોળી ધરબી દેતા ચકચાર
લ્યુટન-બેડફોર્ડ રૂટ પર ટ્રેન સેવા બંધ
અકસ્માત બાદ થેમ્સલિંક અને અન્ય રેલવે ઓપરેટરોએ લ્યુટન અને બેડફોર્ડ વચ્ચેની તમામ ટ્રેન સેવાઓ અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે. જેના કારણે હજારો મુસાફરોને અસર થઈ છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થાનો ઉપયોગ કરવા અને મુસાફરી પહેલાં અપડેટ્સ ચેક કરવાની સલાહ આપવામાં આવી છે.
આ ઘટનાને પગલે થેમ્સલિંક (Thameslink) નામની રેલ કંપનીએ એક્સ (X) પર જણાવ્યું હતું કે તપાસ ચાલુ હોવાને કારણે લ્યુટન અને બેડફોર્ડ વચ્ચેની તમામ રેલ લાઈનો (Rail Lines) બંધ કરી દેવામાં આવી છે.
બ્રિટનના પરિવહન મંત્રી હાઈડી એલેક્ઝાન્ડરે આ ઘટનાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અકસ્માતના કારણોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને મુસાફરોની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. અધિકારીઓનું કહેવું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની સ્પષ્ટ માહિતી સામે આવશે. આ સિવાય આ ઘટનાને પગલે થેમ્સલિંક (Thameslink) નામની રેલ કંપનીએ એક્સ (X) પર જણાવ્યું હતું કે તપાસ ચાલુ હોવાને કારણે લ્યુટન અને બેડફોર્ડ વચ્ચેની તમામ રેલ લાઈનો (Rail Lines) બંધ કરી દેવામાં આવી છે.
આ ઘટનાને પગલે થેમ્સલિંક (Thameslink) નામની રેલ કંપનીએ એક્સ (X) પર જણાવ્યું હતું કે તપાસ ચાલુ હોવાને કારણે લ્યુટન અને બેડફોર્ડ વચ્ચેની તમામ રેલ લાઈનો (Rail Lines) બંધ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, બ્રિટનના આધુનિક રેલ નેટવર્કમાં આવી પ્રકારની ટ્રેન ટક્કરની ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે. તેથી આ અકસ્માતને રેલવે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે. આગામી કલાકોમાં તપાસ એજન્સીઓ અને રેલવે અધિકારીઓ તરફથી વધુ માહિતી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં સમગ્ર દેશની નજર આ અકસ્માતની તપાસ અને રાહત કામગીરી પર કેન્દ્રિત છે.





