ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં iQOO એ પોતાનો અત્યંત શક્તિશાળી અને આકર્ષક સ્માર્ટફોન iQOO 15R સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી અને ડિઝાઈન છે. કંપનીએ આ ડિવાઈસમાં 7600mAh ની વિશાળ બેટરી આપી છે, તેમ છતાં આ ફોન માત્ર 7.90 mm પાતળો છે. આ આંકડા સાથે iQOO 15R પોતાની કેટેગરીમાં દુનિયાનો સૌથી પાતળો સ્માર્ટફોન બની ગયો છે. હાઈ-પર્ફોર્મન્સ ગેમિંગ અને લાંબો બેટરી બેકઅપ ઈચ્છતા યુઝર્સ માટે આ ફોન એક વરદાન સાબિત થઈ શકે તેમ છે.
ડિસ્પ્લે અને આઈકેયર ટેકનોલોજી
iQOO 15R માં 6.59 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 144Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્ક્રીનમાં 5000 નિટ્સની પીક બ્રાઈટનેસ અને HDR10+ નો સપોર્ટ છે. ખાસ વાત એ છે કે તેમાં 'આઈકેયર ટેકનિક'નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રાત્રે ફોનનો ઉપયોગ કરતી વખતે આંખો પર તાણ પડવા દેતી નથી.
પર્ફોર્મન્સમાં નંબર-1: સ્નેપડ્રેગન 8 જનરેશન પ્રોસેસર
પર્ફોર્મન્સની બાબતમાં આ ફોન કોઈ પણ ફ્લેગશિપ ફોનને ટક્કર આપી શકે છે. તેમાં સ્નેપડ્રેગન 8 જનરેશન 5 મોબાઈલ પ્લેટફોર્મ પ્રોસેસર અને એડ્રેનો 826 GPU છે. ગેમિંગ અનુભવને સુધારવા માટે કંપનીએ અલગથી 'સુપરકોમ્પ્યુટિંગ Q2 સેકન્ડરી ચિપ' પણ આપી છે. Antutu બેન્ચમાર્ક પર આ ફોનને 3.5 મિલિયનથી વધુ પોઈન્ટ્સ મળ્યા છે, જે તેની તાકાત દર્શાવે છે.
કેમેરા અને વીડિયો શૂટિંગ
iQOO 15R માં કેમેરા અને વીડિયો શૂટિંગના શોખીનો માટે શ્રેષ્ઠ ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં પાવરફુલ ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સપોર્ટ ધરાવતો 50MP નો Sony LYT-700V પ્રાઈમરી કેમેરા મુખ્ય છે, જે અત્યંત સ્પષ્ટ અને સ્થિર ફોટા ક્લિક કરે છે. આ સાથે વાઈડ એંગલ શોર્ટ્સ માટે 8MP નો અલ્ટ્રા-વાઈડ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનની ફ્રન્ટમાં 32MP નો શાનદાર કેમેરા ઉપલબ્ધ છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેના રિયર અને ફ્રન્ટ બંને કેમેરાથી 4K 60fps પર હાઈ-ક્વોલિટી વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે, જે આ પ્રાઇસ સેગમેન્ટમાં બહુ ઓછા ફોનમાં જોવા મળે છે.
વધારે બેટરી પણ ફોન છે એકદમ સ્લિમ
આ ફોન 7600mAh ની બેટરી હોવા છતાં માત્ર 7.90 mm પાતળો છે. તેની સાથે 100W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળે છે, જે આટલી મોટી બેટરીને મિનિટોમાં ચાર્જ કરી દે છે. આ ઉપરાંત, આ ફોન IP68 અને IP69 રેટિંગ ધરાવે છે, એટલે કે તે પાણી અને ધૂળમાં પણ સુરક્ષિત રહેશે.
iQOO 15R ની કિંમત અને ઓફર્સ
iQOO 15R ની કિંમત અને તેના પર મળતી ઓફર્સ ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક રાખવામાં આવી છે. કંપનીએ આ ફોનને ત્રણ અલગ-અલગ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે, જેમાં 8GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂ.44,999, 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂ.47,999 અને ટોપ-એન્ડ 12GB + 512GB વેરિઅન્ટની કિંમત રૂ.52,999 નક્કી કરવામાં આવી છે. જોકે, ગ્રાહકો HDFC અથવા Axis બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ.4,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જેનાથી આ વેરિઅન્ટ્સની અસરકારક કિંમત અનુક્રમે રૂ.40,999, રૂ.43,999 અને રૂ.48,999 થઈ જાય છે. આ ઉપરાંત, પ્રી-બુકિંગ કરાવનારા ગ્રાહકો માટે કંપનીએ વિશેષ ઓફર રાખી છે, જેમાં તેમને ₹1,899 ની કિંમતના iQOO/Vivo TWS બ્લૂટૂથ ઈયરફોન્સ બિલકુલ મફત આપવામાં આવશે.
નવા અને સ્માર્ટ ફીચર્સ
વન-ટચ ટ્રાન્સફર: iQOO થી iQOO અથવા iPhone માં સરળતાથી ફાઈલ શેરિંગ.
રિમોટ PC: લેપટોપ કે ટીવીને ફોન સાથે રિમોટલી કનેક્ટ કરી શકાય છે.
સોફ્ટવેર: Android 16 આધારિત Origin OS 6 (4 વર્ષના OS અપડેટ અને 6 વર્ષના સિક્યુરિટી પેચની ગેરંટી).
સિક્યુરિટી: 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર.




















