Home Sports IPL 2026 Ipl 2026 Delhi Capitals Dominate Against Lucknow Super Giants

IPL 2026; લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સનો દબદબો! : કોણ મારશે બાજી? જાણો હેડ-ટૂ-હેડ રેકોર્ડ અને સંભવિત પ્લેઇંગ 11

KL Rahul, Axar Patel, Rishabh Pant, Nicholas Pooran
Published by: Aryan Shah
Last Updated: Apr 01, 2026, 12:13 PM IST

LSG vs DC : IPL 2026 ની પાંચમી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. લખનઉના હોમ ગ્રાઉન્ડ Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium માં સાંજે 7:30 વાગ્યે આ મેચ શરૂ થશે. બંને ટીમો હજુ સુધી પોતાના પ્રથમ ટાઇટલની શોધમાં છે, ત્યારે આ બંને ટીમો સિઝનમાં મજબૂત શરૂઆત કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. ખાસ કરીને ગત સિઝનમાં દિલ્હીના દબદબા સામે લખનઉ આજે કમબેક કરવાનો પ્રયત્ન કરશે.

આમને-સામનેનો રેકોર્ડ

IPL ના ઇતિહાસમાં અત્યાર સુધી લખનઉ અને દિલ્હી વચ્ચે કુલ 7 મેચ રમાઈ છે. આ 7 મેચોમાં દિલ્હીનો દબદબો જોવા મળ્યો છે. દિલ્હીએ 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે લખનઉને 3 જીત મળી છે. ખાસ કરીને ગત સિઝન (2025) માં દિલ્હીએ બંને મેચમાં લખનઉને હરાવ્યું હતું, જે માનસિક રીતે દિલ્હીને મજબૂત બનાવે છે.

દિલ્હી કેપિટલ્સમાં મોટા ફેરફાર

ટીમ અપડેટની વાત કરીએ તો ઈંગ્લેન્ડના બેન ડકેટે ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે. જેના કારણે દિલ્હી કેપિટલ્સના ઓપનર તરીકે કે. એલ રાહુલની સાથે કરુણ નાયર, પથુમ નિસાંકા અથવા પૃથ્વી શો જોવા મળી શકે છે. મિડલ ઓર્ડરમાં ડેવિડ મિલર અને નીતિશ રાણાના આવવાથી ટીમ ઘણી સંતુલિત થઈ છે. જોકે, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક શરૂઆતની કેટલીક મેચોમાં ઉપલબ્ધ નથી.લખનઉનો મજબૂત પેસ એટેક

લખનઉ સુપર જાયન્ટ્સ માટે કેપ્ટન રિષભ પંતનું ફોર્મ ખૂબ જ મહત્વનું છે. ટીમ પાસે મિચેલ માર્શ અને એડન માર્કરમ જેવા વિસ્ફોટક બેટ્સમેનો છે. બોલિંગ વિભાગમાં મોહમ્મદ શમી, આવેશ ખાન અને મયંક યાદવ જેવા ખતરનાક ફાસ્ટ બોલરો છે, જે કોઈપણ બેટિંગ લાઇનઅપને મુશ્કેલીમાં મૂકી શકે છે. સ્પિનની જવાબદારી દિગ્વેશ રાઠી સંભાળશે.

પિચ અને ટોસ ફેક્ટર

લખનઉના એકાના સ્ટેડિયમમાં ઝાકળ (Dew) એક મોટી ભૂમિકા ભજવી શકે છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 22 મેચોમાં 12 વાર ચેઝ કરનારી ટીમ જીતી છે. આથી ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. હવામાનની વાત કરીએ તો મેચ દરમિયાન ભારે ગરમી રહેવાની શક્યતા છે.

બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-12

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) : રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહમદ, વાનિન્દુ હસરંગા, દિગ્વેશ રાઠી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, મયંક યાદવ.

દિલ્હી કેપિટલ્સ (DC) : અક્ષર પટેલ (કેપ્ટન), કે. એલ રાહુલ (વિકેટકીપર), કરુણ નાયર/પથુમ નિસાંકા/પૃથ્વી શો, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, લુંગી એન્ગિડી, કુલદીપ યાદવ, આકિબ નબી, ટી નટરાજન.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
IPL ની શરૂઆતમાં જ ચાલુ મેચમાં પકડાઈ બેટની ચોરી
ગુજરાતના હાથમાંથી સરકી ગઈ જીત
CSK ને એક જ મેચમાં 2.58 કરોડનું થયું નુકસાન!
BCCI ના બ્રોડકાસ્ટ એન્જીનિયરની ડેડબોડી મળતા હડકંપ!