Home Tech/Gadgets Iphone Users Update Your Device Immediately

Apple નવું iOS 18.6.2 રોલ આઉટ : તાત્કાલિક કરો અપડેટ નહીંતર ગયો બધો ડેટા

Apple નવું iOS 18.6.2 રોલ આઉટ
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 09:37 AM IST

Apple એ iPhone યુઝર્સ માટે લેટેસ્ટ iOS 18.6.2 અપડેટ બહાર પાડ્યું છે. કંપનીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ અપડેટ તાત્કાલિક ઇન્સ્ટોલ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાં ગંભીર સુરક્ષા ખામીઓ સુધારી દેવામાં આવી છે. હકીકતમાં, એપલને આવા સાયબર એટેક વિશે માહિતી મળી છે જે ખૂબ જ જટિલ રીતે પસંદગીના યુઝર્સ નિશાન બનાવી રહ્યા હતા.

મોટી સિક્યોરીટી ખામીનો ખુલાસો

Apple અનુસાર, આ ખામી ખાસ પ્રકારના ફોટોસ સાથે જોડાયેલી છે. આ ફાઈલોને પ્રોસેસ કરતાં સમયે iPhone ની મેમરીને કરપ્ટ થઈ શકે છે, જેનાથી હેકર્સને ડિવાઇસ સુધી પહોંચવાનો મોકો મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બગનો ઉપયોગ પહેલાથી જ અમુક એડવાંન્સ એટેક્સમાં કરવામાં આવેલો છે. આ જ કારણ છે કે Apple એ આ અપડેટને તરત ઇન્સ્ટોલ કરવાની અપીલ કરી છે.

કયા iPhones માટે ઉપલબ્ધ છે iOS 18.6.2?

આ અપડેટ iPhone Xs થી લઈને નવા iPhone 16 Pro Max સુધી લગભગ તમામ મોડેલ્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. એટલે જો તમારો iPhone આ મોડેલ્સમાં આવે છે તો આને તરત જ ઇન્સ્ટોલ કરવું સારું રહેશે.

આ રીતે કરો iPhone અપડેટ

  • પોતાના iPhone માં Settings ખોલો.

  • General ઓપ્શન પર જાઓ.

  • Software Update પર ક્લિક કરો.

  • અહીં iOS 18.6.2 ના નવું અપડેટ દેખાશે.

  • પાસવર્ડ નાખીને ડાઉનલોડને ઓથેન્ટિકેટ કરો.

  • iPhone રીબુટ થયા બાદ અપડેટ ઇન્સ્ટોલ થઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now