લોકો આઇફોન 17 સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ સહિત ચાર મોડલ સાથે લોન્ચ થવાની શક્યતા છે. આ સિરીઝમાં ડિઝાઇન, ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને પરફોર્મન્સની દ્રષ્ટિએ ઘણા સુધારાઓ થાય તેવી અપેક્ષા છે.
ડિઝાઇન
આઇફોન 17ની ડિઝાઇનમાં વધુ ફેરફાર થવાની અપેક્ષા નથી. ઓવરઓલ એસ્થેટિક મામલે, તે આઇફોન 16 જેવો જ હોવાની સંભાવના છે અને તેમાં USB-C પોર્ટ અને એક્શન બટન હશે. જો કે, પ્રો મોડેલના કેમેરા મોડ્યુલ ફેરફારો જોઈ શકાય છે. પાછળના ભાગમાં એક નવું કેમેરા મોડ્યુલ હોઈ શકે છે. ઉપરાંત, એર મોડેલ લાઈનઅપમાં સૌથી સસ્તો પાતળો આઇફોન હશે.
ડિસ્પ્લે
એવી અટકળો છે કે એપલ આઇફોન 17ની સ્ક્રીન સાઈઝ વધારીને 6.3 ઈંચ કરી શકે છે. એ જ રીતે, 6.9 ઇંચની સ્ક્રીનને પ્રો મોડલ્સમાં રાખી શકે છે. એર મોડેલની વાત કરીએ તો તેમાં 6.6 ઇંચની સ્ક્રીન મળી શકે છે. આ સિરીઝમાં તમામ મોડેલોને પ્રોમોશન ટેકનોલોજી આપી શકાય છે. આ સિરીઝમાં એન્ટિ રિફ્લેક્ટિવ કોટિંગ મળી શકે છે. જે આઉટડોરમાં સ્ક્રિન વિઝિબિલિટીને વધુ સારી બનાવશે.
પરફોર્મન્સ
પરફોર્મન્સની દ્રષ્ટિએ, આઇફોન 17 સિરીઝ કોઈનાથી પાછળ નહીં રહે. આઇફોન 17 અને આઇફોન 17 એર કંપનીના નવા A19 ચિપસેટ દ્વારા સંચાલિત થઈ શકે છે, જ્યારે પ્રો મોડેલો વધુ શક્તિશાળી A19 પ્રો ચિપ દ્વારા સંચાલિત થઈ શકે છે. તે વધુ સારી બેટરી કાર્યક્ષમતા સાથે ઝડપી અને વધુ સારું પરફોર્મન્સ આપે છે. વધુ પડતી ગરમીને રોકવા માટે વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ મળી શકે છે.
કેમેરા
એપલ આગામી સિરીઝમાં 24 MPનો ફ્રન્ટ કેમેરા આપે તેવી શક્યતા છે. વર્તમાન સિરીઝમાં ઉપલબ્ધ 12 MP ફ્રન્ટ કેમેરાની તુલનામાં આ એક મોટો ફેરફાર હશે. કેમેરાની વાત કરીએ તો આઈફોન 17માં 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવી શકે છે. પ્રો મોડલ્સમાં વાઈડ, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો લેન્સ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ મળવાની અપેક્ષા છે.
Offbeat ExplainedGTA 6 ગેમ પાછળ છે ઈન્ડિયન બ્રેઈન: $3.5 બિલિયનના બજેટવાળી ગેમના ગ્લોબલ ડેવલપમેન્ટમાં ભારતનો વાગ્યો ડંકો






