Home Tech/Gadgets Iphone 17 Pro May Come With Dslr Like Camera Dedicated Buttons And More Check Details

iPhone 17 Pro માં DSLR જેવો કેમેરા મળશે : લીક થયેલા રિપોર્ટમાં ઘણા ફીચર્સને લઈ ખુલાસા, મોટા અપગ્રેડ જોવા મળશે!

iPhone 17 Pro માં DSLR જેવો કેમેરા મળશે
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 09:03 AM IST

iPhone 17 Pro વિશે એક નવી માહિતી સામે આવી છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા iPhone 17 Pro માં DSLR જેવો કેમેરા આપવામાં આવશે. Apple નો આ iPhone 8x ઓપ્ટિકલ ઝૂમ જેવા ઘણા મોટા અપગ્રેડ સાથે આવી શકે છે.

iPhone 17 સિરીઝ સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. આ સિરીઝના બધા મોડેલો વિશે સતત ઘણા લીક થયેલા અહેવાલો બહાર આવી રહ્યા છે. Apple iPhone નું આ Pro મોડેલ બે ડેડિકેટેડ કેમેરા બટનો સાથે આવશે. આ ઉપરાંત, ફોનના કેમેરામાં પણ એક મોટું અપગ્રેડ કરવામાં આવશે. તેમાં 8x ઓપ્ટિકલ ઝૂમવાળો કેમેરા જોવા મળી શકે છે, જે વર્તમાન 5x ઝૂમ કરતા ઘણો વધારે છે.

DSLR જેવો કેમેરા ઉપલબ્ધ થશે

Macrumors ના રિપોર્ટ મુજબ, નવા iPhone 17 Pro મોડેલનો કેમેરા સેટઅપ સંપૂર્ણપણે રિ-ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેમાં 8x ઓપ્ટિકલ ઝૂમવાળો લેન્સ હશે, જેથી યુઝર્સ દૂરની વસ્તુઓ સરળતાથી કેપ્ચર કરી શકે. એપલ તેના આઇફોનમાં DSLR સ્તરની કેમેરા ક્ષમતાઓ ઉમેરવા જઈ રહી છે, જેથી વિવિધ ફોકલ લંબાઈ પર હાજર વસ્તુઓના ફોટા લઈ શકાય.

એપલ કેમેરા મોડ્યુલમાં ફેરફાર કરવાની સાથે કેમેરા એપમાં સુધારો કરશે. iOS 26 ના કેમેરા એપમાં અદ્યતન ફોટો અને વિડિયો ટૂલ્સ ઉમેરવામાં આવશે, જેથી યુઝર્સને ફોનમાં થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરવાની જરૂર ન પડે.

બે કેમેરા કંટ્રોલ બટન ઉપલબ્ધ હશે

ઉપરાંત, કેમેરા હેન્ડલિંગ માટે નવા iPhone 17 Pro માં ડ્યુઅલ કેમેરા કંટ્રોલ બટન જોવા મળી શકે છે. ગયા વર્ષે લોન્ચ થયેલા તમામ એપલ આઇફોનમાં એક કેમેરા બટન આપવામાં આવ્યું હતું. આગામી iPhone 17 શ્રેણીના પ્રો અને પ્રો મેક્સમાં બે કેમેરા બટન જોવા મળશે. જોકે, ફોનની ડિઝાઇન બટન-લેસ હશે, જેના કારણે ફોનનું કેમેરા બટન બહાર દેખાશે નહીં. ફોનમાં કોપર લાઇટ ફિનિશિંગ આપવામાં આવશે, જેમાં પાછળના પેનલ પર એપલનો લોગો દેખાશે.

આ વર્ષે એપલની નવી આઇફોન 17 સિરીઝમાં ચાર મોડેલ લોન્ચ થઈ શકે છે, જેમાં સ્ટાન્ડર્ડ મોડેલ તેમજ આઇફોન 17 Air, આઇફોન 17 Pro અને Pro Max નો સમાવેશ થાય છે. આ વર્ષે કંપની તેનું પ્લસ મોડેલ લોન્ચ કરશે નહીં. તેને નવા Air મોડેલથી રિપ્લેસ કરવાામં આવશે. આ અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન હશે, જેમાં કોઈ સ્લોટ નહીં હોય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now