Home Tech/Gadgets Iphone 16 Users Will Get A Special Gift From Apple With The Ios 26 Update

iPhone 16 યુઝર્સને મોજ : iOS 26 અપડેટની સાથે મળશે Apple તરફથી સ્પેશિયલ ભેટ

iPhone 16 યુઝર્સને મોજ
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 03:29 AM IST

Apple પોતાના iPhone 16 યુઝર્સને એક મોટી સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં છે. કંપની ટૂંક સમયમાં iOS 26 અપડેટ લોન્ચ કરશે, જેમાં નવી ડિઝાઇન, AI આધારિત ફીચર્સ અને સૌથી મહત્વપૂર્ણ ચાર્જિંગ અપગ્રેડ મળશે. આ અપડેટ સાથે iPhone 16 યુઝર્સને થર્ડ-પાર્ટી Qi2 ચાર્જર દ્વારા વધુ ઝડપથી વાયરલેસ ચાર્જિંગ કરવાનો વિકલ્પ મળશે.

વધશે વાયરલેસ ચાર્જિંગ સ્પીડ
અહેવાલો મુજબ, iOS 26 બીટા અપડેટમાં Qi 2.2 સપોર્ટ જોવા મળ્યો છે. એટલે કે, હવે iPhone 16 શ્રેણી તમામ મોડેલો સાથે 25W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. અત્યાર સુધી, થર્ડ-પાર્ટી Qi2 ચાર્જર માટે સ્પીડ 15W સુધી મર્યાદિત હતી, જ્યારે ઝડપી ચાર્જિંગ માટે વપરાશકર્તાઓને Appleના MagSafe ચાર્જરનો જ સહારો લેવો પડતો હતો.

iPhone 17 શ્રેણી સાથે આવશે વધુ અપગ્રેડ
આ અપડેટ માત્ર iPhone 16 માટે જ નહીં પરંતુ iPhone 17 સિરીઝ માટે પણ ફાયદાકારક સાબિત થશે. અહેવાલો મુજબ, કંપની આગામી મોડેલોમાં 25W વાયરલેસ ચાર્જિંગ ઉપરાંત 50W ચાર્જિંગ સપોર્ટ પણ આપી શકે છે. જોકે, હાલ આ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

iOS 26 ક્યારે આવશે?
Apple સપ્ટેમ્બર મહિનામાં iPhone 17 શ્રેણી સાથે iOS 26 લોન્ચ કરશે. એવી અટકળો છે કે લોન્ચ ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. નવા મોડેલો સાથે આ અપડેટ સૌથી પહેલાં ઉપલબ્ધ થશે અને બાદમાં જૂના iPhone મોડેલો માટે રિલીઝ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now