Home Tech/Gadgets Iphone 16 Available For Just Rs 49999 On Flipkart

Flipkart માં iPhone 16 માત્ર 49,999 રૂપિયામાં જ... : આ ઓફરનો લાભ ફક્ત નસીબદાર લોકોને જ મળે છે, જાણો વિગતવાર

Flipkart માં iPhone 16 માત્ર 49,999 રૂપિયામાં જ...
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 08:54 AM IST

જો તમે iPhone 16 સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક તમારા માટે છે. સૌથી મોટો સેલ BBD એટલે કે Flipkart Big Billion Day Sale ટૂંક સમયમાં આવવાનો છે. iPhone 16 ની સંભવિત કિંમત માટેની ચર્ચા Twitter અને Reddit બંને પર થઈ રહી છે. જાણો iPhone 16 ની કિંમત વિશે વિગતવાર.

દર વર્ષે આ ઓફર આવે છે

Amazon અને Flipkart બંને વર્ષમાં એકવાર પોતાનો સૌથી મોટો સેલ લાવે છે. આમાં, Flipkart ના BBD Sale માં iPhone પર અદ્ભુત ઑફર્સ જોવા મળે છે. જો કોઈ સસ્તા ભાવે આઇફોન ખરીદવા માંગે છે, તો તે આખું વર્ષ Amazon અને Flipkart ના સેલની રાહ જુએ છે.

શું iPhone 16 ની કિંમત કેટલી?

બિગ બિલિયન ડે સેલમાં iPhone 16 પર કઈ ઑફર્સ હશે અને તેની વેચાણ કિંમત શું હશે તે અંગે હાલમાં કોઈ ઑફિશલ માહિતી નથી. જોકે, Reddit અને Twitter જેવા પ્લેટફોર્મ પર ચર્ચા ચાલી રહી છે કે, iPhone 16 ની કિંમત 49,999 થી 55,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. Twitter પર Trolling is an Art નામના એકાઉન્ટનો દાવો છે કે, iPhone 16 ની વેચાણ કિંમત 51,999 હશે અને એક્સચેન્જ સાથે તેને 49,999 રૂપિયામાં ખરીદી કરી શકાશે. જોકે, એકાઉન્ટ એમ પણ કહે છે કે, તેઓ ભૂતકાળના ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને આ માહિતી આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે, iPhone 16 ની સેલમાં કિંમત 50 થી 55 હજારની વચ્ચે ખરીદી કરી શક્શે.

ફક્ત નસીબદાર લોકોને જ તક મળશે

દર વર્ષે બિગ બિલિયન ડે સેલમાં આઇફોન પર અદ્ભુત ઑફર્સ ઉપલબ્ધ હોવા છતાં, ફક્ત નસીબદાર લોકો જ તે કિંમતે ફોન મેળવી શકે છે. હકીકતમાં, જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો, ઓફર કરેલી કિંમતે ઉપલબ્ધ આઇફોન સેલ શરૂ થયાની થોડીક સેકન્ડમાં સ્ટોકમાંથી બહાર થઈ જાય છે. આ પછી, સેલના દર બીજા દિવસે તેની કિંમત થોડી વધતી રહે છે. દર વર્ષે બિગ બિલિયન ડે સેલમાં, આઇફોનની કિંમત અંગે ક્રેઝ અને સેલ પછી ફોન ન મળવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now