સ્વતંત્રતા દિવસ નિમિત્તે Flipkart Freedom Sale ચાલી રહ્યો છે. જો તમે નવો આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સેલમાં ખુબ બચત થઈ શકે છે. એપલ આવતા મહિને તેનો નવો આઈફોનની 17 સિરીઝ લાવવા જઈ રહી છે, જે પહેલા આઈફોન 16 સસ્તામાં ખરીદવાની તક છે. તો જાણો ફોનના ફીચર્સ, પ્રોસેસર, કેમેરા અને ઓફર્સની વિગતો.
iPhone 16 ના ફીચર્સ અને કેમેરાની માહિતી
iPhone 16 માં 6.1ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1179x2556 પિક્સલ છે. આ iPhone માં Octa core Apple A18 પ્રોસેસર છે. આ iPhone iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. કેમેરા સેટઅપ માટે, iPhone 16 ના રીયર ભાગમાં f/1.6 અપર્ચર અને 2x ઇન સેન્સર ઝૂમ સાથે 48mp નો વાઇડ એંગલ કેમેરા, f/1.6 અપર્ચર સાથે 12mp નો 2x ટેલિફોટો કેમેરા અને 12mp નો અલ્ટ્રાવાઇડ કેમેરા છે. સેલ્ફી માટે 12mp નો TrueDepth ફ્રન્ટ કેમેરો છે. કનેક્ટિવિટીના વિકલ્પોમાં 5G, 4G LTE, Wi-Fi 6E, બ્લૂટૂથ, GPS, NFC અને USB ટાઇપ C પોર્ટનો સમાવેશ થાય છે.
iPhone 16 ની કિંમત, ઓફર્સ
iPhone 16 ના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની Flipkart પર 69,999 રૂપિયામાં છે, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 79,900 રૂપિયામાં લોન્ચ થયો હતો. બેંક ઓફર્સની વાત કરીએ તો, HSBC અથવા Yes Bank ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાશે, જે પછી અસરકારક કિંમત 67,499 રૂપિયા થશે. બીજી તરફ, એક્સચેન્જ ઓફરમાં જૂનો અથવા હાલનો ફોન આપવાથી કિંમત 57,850 રૂપિયાનો ઘટાડો કરી શકાય છે. જોકે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવતા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધાર રાખે છે. આ રીતે iPhone લોન્ચ કિંમત કરતાં 12,400 રૂપિયા સસ્તો મળી રહ્યો છે.





















