Home Gujarat Interstate Prostitution Racket Busted In Bharuch

ભરૂચમાં આંતરરાજ્ય દેહવ્યાપાર રેકેટ ઝડપાયું : 4 દલાલની ધરપકડ, 12 બાંગ્લાદેશી સહિત 14 યુવતીઓને બચાવી

ભરૂચમાં આંતરરાજ્ય દેહવ્યાપાર રેકેટ ઝડપાયું
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 03:34 AM IST

Bharuch Crime News: ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશથી યુવતીઓ અને મહિલાઓને કામની લાલચ આપી દેહવ્યાપારમાં ધકેલતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ LCB અને SOG દ્વારા સંયુક્ત રીતે જંબુસર બાયપાસ રોડ પર આવેલી અલફારૂક પાર્ક સોસાયટીમાં દરોડો પાડી આ ગેરકાયદે પ્રવૃત્તિનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ ફારૂખ શેખ સહિત ચાર દલાલોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ 14 યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવી છે, જેમાંથી 12 યુવતીઓ બાંગ્લાદેશની હોવાનું બહાર આવ્યું છે અને બે યુવતીઓ પશ્ચિમ બંગાળની છે.

કામની લાલચ આપી દેહવ્યાપારમાં ધકેલતો કારસ્તાન

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાંગ્લાદેશમાંથી ઘરકામ, બ્યુટી પાર્લર સહિતના કામની લાલચ આપી યુવતીઓને ગેરકાયદે રીતે ભારત લાવતા હતા અને ત્યારબાદ તેમને ભરૂચ અને અંકલેશ્વરના સ્પા તથા ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે ધકેલવામાં આવતી હતી. મુખ્ય એજન્ટ ફારૂખ શેખ છેલ્લા દસ વર્ષ પહેલાં બાંગ્લાદેશથી ભારત આવ્યો હતો અને તેણે ખોટી રીતે ભારતીય ઓળખના દસ્તાવેજો બનાવી અહીં પોતાનું નેટવર્ક ઉભું કર્યું હતું. તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આજદિન સુધી બાંગ્લાદેશમાંથી લગભગ 60 મહિલાઓને લાવી ગુજરાત ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં મોકલવામાં આવી હતી.

મુખ્ય આરોપી ફારૂખ શેખની વધુ પૂછપરછ

રેસ્ક્યુ કરાયેલી યુવતીઓમાંથી 12 પાસે બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યા છે, જ્યારે બે યુવતીઓ પશ્ચિમ બંગાળની હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભરૂચ પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. SP અક્ષયરાજ મકવાણાના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી ફારૂખ શેખની વધુ પૂછપરછ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now