Home International Internationalnewscolombia President Appoints Stars Deputy Ministers

આ દેશના રાષ્ટ્રપતિએ બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ : એકે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલાં પત્રકાર તરીકે કર્યું હતું કામ

આ દેશના રાષ્ટ્રપતિએ બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 09:26 AM IST

Colombia President News: કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સમાનતા મંત્રાલયમાં બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સ – અલેજાન્ડ્રા ઉમાના અને જુઆન કાર્લોસ ફ્લોરિયન – ને નાયબ મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે. જેને કારણે ભારે વિવાદ ઊભો થયો છે. તેમનું કામ સમાજના નબળા વર્ગો માટેની યોજનાઓ અને સહાયના અમલ માટે જવાબદારી નિભવવાની છે.

આ નિમણૂક ઉપરાષ્ટ્રપતિ ફ્રાન્સિયા માર્ક્વેઝને રાસ નહીં આવી. તેમણે આ નિર્ણય સરકારની છબીને નુકસાન પહોંચાડે તેવો હોવાનું જણાવ્યું. તેમનું માનવું છે કે ભૂતપૂર્વ પોર્ન કલાકારોને સરકારી પદો આપવાથી મંત્રાલયની નૈતિકતા અને હેતુ બંને પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે.

અલેજાન્ડ્રા ઉમાના, જેને અમરાંતા હેન્ક તરીકે ઓળખવામાં આવે છે, પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને 2019 પછી તે ક્ષેત્ર છોડીને જાતીય સ્વતંત્રતા અને મહિલાઓના અધિકારો માટે લડતી સામાજિક કાર્યકર્તા બની.

જુઆન કાર્લોસ ફ્લોરિયનનો પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ જીવનનિર્વાહ માટે થયો હતો. પહેલા તેઓ LGBT મુદ્દાઓ પર કામ કરતા હતા અને મજબૂરીએ પેરિસ જવું પડ્યું હતું. હવે તેઓ સામાજિક ન્યાય માટે કામ કરે છે.

રાષ્ટ્રપતિ પેટ્રોએ આ નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું કે ઉમાના અને ફ્લોરિયન સમાનતા અને ન્યાય માટે કામ કરનારા સશક્ત લોકો છે અને તેમનો ભૂતકાળ તેમનાં વર્તમાન યોગદાનને મટાડી શકતો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video