Home Tech/Gadgets Instagram Income With Small Follower Base

ઇન્સ્ટાગ્રામ માત્ર આટલા ફોલોઅર્સ પર કરી શક્શો કમાણી : જાણો સંપૂર્ણ વિગત

Instagram Income, Social Media Earnings
Published by: Vishal Dave
Last Updated: Apr 22, 2026, 05:30 PM IST

મોટાભાગના લોકો અત્યાર સુધી Instagram નો ઉપયોગ માત્ર શોખ ખાતર કે મનોરંજન માટે જ કરતા આવ્યા છે. પરંતુ જો તમને ખબર પડે કે માત્ર 500 ફોલોઅર્સ હોવા છતાં પણ તમે આ પ્લેટફોર્મ પરથી આર્થિક લાભ મેળવી શકો છો, તો તે ચોક્કસપણે આનંદની વાત હશે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા માત્ર સમય પસાર કરવાનું સાધન નથી રહ્યું, પરંતુ તે આવક મેળવવાનું એક સશક્ત માધ્યમ બની ચૂક્યું છે. પહેલા એવી માન્યતા હતી કે જેમના લાખો ફોલોઅર્સ હોય કે જેઓ પહેલેથી જ લોકપ્રિય હોય તે જ વ્યક્તિઓ સોશિયલ મીડિયા પરથી કમાણી કરી શકે છે. જોકે, બદલાતા સમય સાથે હવે ઓછા ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સ માટે પણ અનેક તકો ઉપલબ્ધ થઈ છે. જો તમારી પાસે સાચી માહિતી અને આવડત હોય તો તમે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કમાણી કરી શકો છો.

Brand Collaboration દ્વારા કમાણીની તક

સૌ પ્રથમ બ્રાન્ડ કોલેબોરેશનની વાત કરીએ તો આજકાલ નાની કંપનીઓ અને બ્રાન્ડ્સ મોટા સેલિબ્રિટીઝને બદલે Micro Influencer સાથે કામ કરવાનું વધુ પસંદ કરે છે. જે યુઝર્સના 500 થી 5000 સુધી ફોલોઅર્સ હોય તેમને માઇક્રો ઇન્ફ્લુએન્સરની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આવા ક્રિએટર્સની ઓડિયન્સ ભલે ઓછી હોય પરંતુ તે વધુ સક્રિય અને જોડાયેલી હોય છે. બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોના પ્રમોશન માટે આવા યુઝર્સને નાણાં અથવા મફત પ્રોડક્ટ્સ આપે છે. જો તમારું કન્ટેન્ટ ફેશન, ફિટનેસ કે ફૂડ જેવી કોઈ ખાસ કેટેગરી પર આધારિત હોય તો સ્થાનિક બ્રાન્ડ્સ પાસેથી કામ મેળવવું ખૂબ જ સરળ બની જાય છે.

Affiliate Marketing થી મેળવો આવક

પૈસા કમાવવાનો બીજો મહત્વનો રસ્તો એફિલિયેટ માર્કેટિંગ છે. આ પદ્ધતિમાં તમારે કોઈ કંપનીના પ્રોડક્ટની લિંક તમારા એકાઉન્ટ પર શેર કરવાની હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી આપેલી લિંક પર ક્લિક કરીને તે વસ્તુ ખરીદે છે, ત્યારે કંપની તમને તેના બદલામાં કમિશન આપે છે. આ માટે ફોલોઅર્સની સંખ્યા કરતા તમારી ઓડિયન્સનો તમારા પરનો વિશ્વાસ વધુ કામ લાગે છે. તમે તમારી Instagram Story, પોસ્ટ અથવા પ્રોફાઈલના Bio માં આવી લિંક્સ મૂકીને સારી આવક ઊભી કરી શકો છો.

પોતાની સર્વિસ કે પ્રોડક્ટનું વેચાણ

આ પ્લેટફોર્મ દ્વારા તમે તમારી પોતાની કોઈ પણ કુશળતાને પ્રોડક્ટ કે સર્વિસ તરીકે પણ વેચી શકો છો. જો તમારી પાસે પેઇન્ટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, ફિટનેસ ટ્રેનિંગ કે કુકિંગ જેવી કોઈ ખાસ કળા હોય તો તમે તેને ડિજિટલ પ્રોડક્ટ તરીકે વેચી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર તમારી સ્કીલના વીડિયો પોસ્ટ કરીને તમે લોકોનો વિશ્વાસ જીતી શકો છો અને ત્યારબાદ તેમને તમારી પેઇડ સર્વિસ ઓફર કરી શકો છો. ટૂંકમાં કહીએ તો, હવે કમાણી કરવા માટે લાખો ફોલોઅર્સ હોવા જરૂરી નથી. યોગ્ય કન્ટેન્ટ, નિયમિતતા અને ઓડિયન્સ સાથેના સચોટ જોડાણથી કોઈ પણ વ્યક્તિ પોતાની કમાણી શરૂ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now