Home Gujarat Indian Coast Guard Seizes Iranian Boat From Gujarat Sea

ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયામાંથી ઈરાની બોટ ઝડપી : બોટમાંથી કરોડોની વિદેશી સિગારેટ જપ્ત, ચાર વિદેશી નાગરિકોની અટકાયત

ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયામાંથી ઈરાની બોટ ઝડપી
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 09:05 AM IST

ગુજરાતના દરિયામાં ફરી એકવાર ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર સમુદ્ર વિસ્તારમાં એક વિદેશી બોટ ઝડપાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ બોટ ઈરાનની હોવાનું સામે આવ્યું છે. અલ અખ્તર નામની આ બોટમાંથી વિદેશી સિગારેટના 200 કાર્ટૂન મળી આવ્યા છે, જેમની અંદાજિત કિંમત આશરે 2 થી 2.5 કરોડ રૂપિયા જેટલી છે.

વિદેશી સિગારેટના જથ્થો ઝડપાો

બોટમાં સવાર ચાર વિદેશી નાગરિકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર બોટ ઈરાનથી નીકળી હતી. સિગારેટ કયા વ્યક્તિને અને ક્યાં સપ્લાય કરવાની હતી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. હાલ બોટ અને તમામ ક્રૂ મેમ્બરોને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સંયુક્ત પૂછપરછ (Joint Interrogation) હાથ ધરવામાં આવશે.

વિદેશી સિગારેટના જથ્થા મારફતે ગેરકાયદે વેપાર કરવાનો ષડયંત્ર

તપાસ એજન્સીઓના પ્રાથમિક અનુમાન મુજબ ડ્રગ્સ માફિયાઓએ પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલી હોવાની શક્યતા છે. અગાઉ સમુદ્રી માર્ગે નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો થયા હતા, પરંતુ હવે વિદેશી સિગારેટના જથ્થા મારફતે ગેરકાયદે વેપાર કરવાનો ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં જ દ્વારકા નજીકથી આશરે 200 કિલો જેટલો શંકાસ્પદ નશીલો પદાર્થ પણ ઝડપાયો હતો. આજની કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાની સિગારેટનો જથ્થો ગુજરાતની સમુદ્રી સીમામાં પ્રવેશે તે પહેલા જ કોસ્ટગાર્ડે ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now