Home Gujarat India U19 Beats England By 6 Wickets Vaibhav Suryavanshi Shines

વૈભવ સૂર્યવંશીની તોફાની બેટીંગ : એક ઓવરમાં 5 સિક્સર ફટકારી ટીમ ઈન્ડિયાને અપાવી શાનદાર જી

વૈભવ સૂર્યવંશીની તોફાની બેટીંગ
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2025, 07:30 AM IST

ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને ઘર આંગણે 6 વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી ક્રિકેટ પંડિતોનું મન મોહી લીધું હતું.

વૈભવ સૂર્યવંશીની તોફાની બેટીંગ
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય તેમના માટે ભારે પડ્યો હતો. ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ નિર્ધારિત ઓવરો પહેલા જ માત્ર 174 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જોકે, ઇંગ્લેન્ડની શરૂઆત સારી હતી અને એક તબક્કે તેમણે 1 વિકેટ ગુમાવીને 76 રન બનાવી લીધા હતા. પરંતુ, ત્યારબાદ નિયમિત અંતરે વિકેટો પડતા તેઓ મોટો સ્કોર બનાવી શક્યા નહીં. આ ઇનિંગમાં, દિગ્ગજ ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફના પુત્ર રોકી ફ્લિન્ટોફે 56 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી.

175 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ આક્રમક શરૂઆત અપાવી હતી. આ બંનેએ મળીને માત્ર 7 ઓવરમાં 70 રન ફટકારી દીધા હતા. વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટીંગ કરતા માત્ર 19 બોલમાં 48 રન ફટકારી દીધા હતા. જેમાં તેણે 3 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. 252ની સ્ટ્રાઇક રેટથી બેંટીગ કરીને બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ભારતે આ મેચ માત્ર 24 ઓવરમાં જીતી લીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now