Indian Cricket Team : ભારતીય ક્રિકેટ જગતમાં હાલ એક મહત્વના રિપોર્ટ્સ સામે આવ્યા છે. IPL 2026 ના તરત બાદ 6 જૂને અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. રિપોર્ટ્સ મુજબ, વર્તમાન ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ અને ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં જોવા નહીં મળે. આ સ્થિતિમાં સિલેક્ટર્સ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શુભમન ગિલની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે.
કેપ્ટનશીપના પ્રથમ દાવેદાર : ઋષભ પંત
શુભમન ગિલની ગેરહાજરીમાં કેપ્ટન પદ માટે ઋષભ પંત સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ઋષભ પંત હાલમાં ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન છે અને તેની નિર્ભય રમવાની સ્ટાઇલ ટીમને મુશ્કેલ સમયમાં મદદરૂપ થાય છે. તેની પાસે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં કેપ્ટનશીપ કરવાનો એક્સપિરિયન્સ પણ છે. ટેસ્ટમાં 8 સેન્ચુરી અને શાનદાર સરેરાશ ધરાવતો ઋષભ પંત નેતૃત્વ માટે મેનેજમેન્ટની પ્રથમ ચોઇસ હોઈ શકે છે.
એક્સપિરિયન્સ વિકલ્પ : કે. એલ રાહુલ
બીજા ઓપ્શન તરીકે કે. એલ રાહુલનું નામ મોખરે છે. કે. એલ રાહુલે ભૂતકાળમાં ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું છે અને તેનો જીતનો દર પણ ઘણો સારો છે. વર્ષ 2022 માં તેની આગેવાનીમાં ભારતે બાંગ્લાદેશ સામે 2-0 થી સિરીઝ જીતી હતી. સ્ટમ્પ પાછળથી રમતને સમજવાની ક્ષમતા અને તેની વરિષ્ઠતા તેને કેપ્ટન પદ માટે એક સુરક્ષિત ઓપ્શન બનાવે છે.
આ પણ ખાસ વાંચો : વિઝડન એવોર્ડ્સ 2026 માં ભારતનો ઐતિહાસિક ડંકો! : દીપ્તિ શર્મા અને શુભમન ગિલ સહિત 7 સ્ટાર્સ ચમક્યા
ઓલરાઉન્ડરનો એક્સપિરિયન્સ : રવિન્દ્ર જાડેજા
ટીમના સૌથી સિનિયર ખેલાડીઓમાંના એક રવિન્દ્ર જાડેજા પણ આ રેસમાં સામેલ છે. રવીન્દ્ર જાડેજા પહેલેથી જ ટીમમાં એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે. તેની પાસે ભારતીય પિચો પર રમવાનો અને ફિલ્ડિંગ ગોઠવવાનો ઘણો એક્સપિરિયન્સ છે. 348 ટેસ્ટ વિકેટ લેનાર આ ઓલરાઉન્ડર યુવા ખેલાડીઓ અને મેનેજમેન્ટ વચ્ચે કડી તરીકે કામ કરી શકે છે અને અફઘાનિસ્તાન સામે કેપ્ટન તરીકે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
સિલેક્શન કમિતિનો સ્માર્ટ પ્લાન
આ ટેસ્ટ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નથી, તેથી મુખ્ય ખેલાડીઓને આરામ આપીને નવા ખેલાડીઓને કેપ્ટનસી તક આપવી એ BCCI માટે એક સ્માર્ટ નિર્ણય સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે, અજિત અગરકરની સમિતિ કયા એક્સપિરિયન્સ ખેલાડી પર વિશ્વાસ મૂકે છે.





