Home International India Talks With 8 More Countries To Accept Upi Global Payment

હવે 8 દેશોમાં થઈ શક્શે UPIથી પેમેન્ટ : સિંગાપુર, ફ્રાન્સ, UAEનો સમાવેશ

હવે 8 દેશોમાં થઈ શક્શે UPIથી પેમેન્ટ
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 05:35 PM IST

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ (UPI) હવે વિશ્વભરમાં ડંકો વગાડવા જઈ રહી છે. કેન્દ્રીય નાણાકીય સેવા સચિવ એમ. નાગરાજૂએ શુક્રવારે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત તેની UPI સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય બનાવવા માટે વધુ 8 દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. જો આ વાતચીત સફળ રહેશે તો ભારતીયો માટે વિદેશમાં પેમેન્ટ કરવું વધુ સરળ બની જશે.

કયા દેશોમાં હાલ ચાલે છે UPI?

ઉલ્લેખનીય છે કે ભારતની લોકપ્રિય પેમેન્ટ પ્રણાલી UPI હાલમાં દુનિયાના 8 દેશોમાં સ્વીકારવામાં આવી છે. આ યાદીમાં ભૂતાન, સિંગાપોર, કતાર, મોરેશિયસ, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત (UAE), શ્રીલંકા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. આ દેશોમાં ભારતીય પ્રવાસીઓ સરળતાથી UPI દ્વારા લેવડદેવડ કરી શકે છે.

પૂર્વ એશિયાના દેશો પર નજર

એક સંમેલનને સંબોધતા નાગરાજૂએ કહ્યું કે, "અમે હવે UPI ટ્રાન્ઝેક્શન શક્ય બનાવવા માટે લગભગ સાત-આઠ દેશો સાથે સક્રિય રીતે વાતચીત કરી રહ્યા છીએ, જેમાં પૂર્વ એશિયાના ઘણા દેશોનો સમાવેશ થાય છે." તેમણે વધુમાં માહિતી આપી હતી કે ભારત અન્ય દેશો સાથે જે વેપાર વાટાઘાટો (Trade Negotiations) કરી રહ્યું છે, તેમાં પણ UPI ના મુદ્દાને સમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સરકારનો ઉદ્દેશ્ય છે કે ફિનટેક ઇન્ડસ્ટ્રી પણ આ વિસ્તારમાં ઊંડાણપૂર્વક પોતાની ભૂમિકા ભજવે. ભારત પાસે પેમેન્ટના ખર્ચ અને વ્યાપના સ્તરે મોટી લીડ છે અને સરકાર આ લાભનો ઉપયોગ દેશના હિતમાં અને વૈશ્વિક સ્તરે ભારતની શાખ વધારવા માટે કરવા માગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now