Home International India Increases Crude Oil Imports By 51 Trump Watches On

ભારતે 51 ટકા સુધી વધાર્યું ક્રૂડ ઓઈલનું ઈમ્પોર્ટ : જોતા રહી ગયા ટ્રમ્પ

ભારતે 51 ટકા સુધી વધાર્યું ક્રૂડ ઓઈલનું ઈમ્પોર્ટ
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 09:14 AM IST

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બન્યા બાદ, ભારતે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આઈલ માર્કેટ ડેટા મુજબ, જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં ભારતીય આયાતમાં 51% નો વધારો નોંધાયો છે.

અર્થતંત્ર પર ધરખમ અસર પાડતા આ વધારાને કારણે, ભારતે માત્ર એપ્રિલ-જૂન તિમાસિક ગાળામાં જ 3.7 બિલિયન ડોલરનું તેલ આયાત કર્યું છે, જે અગાઉના વર્ષે 1.73 બિલિયન ડોલર હતું. ભારતીય કંપનીઓ દરરોજ 0.271 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ અમેરિકાથી આયાત કરે છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 0.18 મિલિયન બેરલ હતો.

ક્રૂડ ઓઈલના વધતા આયાતના આંકડા:

  • 114% વધારો એપ્રિલ-જૂન ત્રિમાસિક તુલનામાં

  • જુલાઈ 2025માં 23% વધુ આયાત જૂનની સરખામણીમાં

  • ભારતની કુલ ક્રૂડ આયાતમાં અમેરિકાનો હિસ્સો 3% થી વધીને 8% થયો

ઉર્જા ક્ષેત્રમાં ભારતે માત્ર તેલ જ નહીં, પણ LPG અને LNG (દ્રવિત કુદરતી વાયુ) જેવી ઊર્જા સામગ્રીની આયાત પણ ઝડપથી વધારી છે. LNG આયાત 1.41 બિલિયન ડોલરથી વધીને 2.46 બિલિયન ડોલર થઈ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, "ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી લોકશાહી મૂલ્યો અને સહિયારા હિતો પર આધારિત છે. ઊર્જા સહયોગ હવે આ સંબંધનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે."

અમેરિકા સાથેનો ઊર્જા સંબંધ હવે ફક્ત વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે બંને દેશો વચ્ચેની રાજનૈતિક નજીકતાનો આધારસ્તંભ બની રહ્યો છે. સૂત્રો જણાવી રહ્યાં છે કે, ભારત આગામી નાણાકીય વર્ષમાં ક્રૂડ ઓઈલની આયાતમાં 150% સુધીનો વધારો કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now