Home Gujarat Incident Of Rape Of A Girl In Sector 24 Gandhinagar

ગાંધીનગરના સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મની ઘટના : બે શકમંદોની પૂછપરછ, પોલીસ તપાસ તેજ

ગાંધીનગરના સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મની ઘટના
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 04:03 AM IST

Gandhinagar Crime News : ગાંધીનગર શહેરના સેક્ટર 24 વિસ્તારમાં એક બાળકી પર દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસ દ્વારા બનાવ સ્થળે જઈને પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મની ઘટના

ગાંધીનગર જિલ્લાના પોલીસવડા સ્વયં બનાવ સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવી તેમજ જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસવડા બનાવ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી

આ ઘટનાને લઈ પોલીસે બે શકમંદોને તપાસ માટે ઝડપી લીધા છે. બંને શકમંદોને પોલીસ કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલુ છે. પોલીસે જાહેરમાં વિશ્વાસ આપ્યો છે કે દોષિતોને કડક સજા અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે અને બાળકી તથા તેના પરિવારને ન્યાય અપાવવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now