અમદાવાદના વટવામાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. અમદાવાદના વટવામાં યુ-ટ્યુબર પર ત્રણ શખ્સોએ દંડા અને પાઈપ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેને લઈને યુ-ટ્યૂબરે શખ્સ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે હાલ આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુ-ટ્યુબરની બંધ દુકાન આગળ કેટલાક લોકો બેસી રહેતા હોવાથી આસપાસની દુકાનવાળાએ કહ્યુ કે તમારી દુકાન આ લોકો પચાવી પાડશે. જેથી યુ-ટ્યુબરે દુકાનની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવી રહ્યા હતા તે સમયે ત્રણ શખ્સોએ આવીને ઝઘડો કર્યો હતો. આ અંગે યુ-ટ્યૂબરે શખ્સ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
વટવામાં રહેતા મકસુદભાઇ ગુલઝાર યુ-ટ્યુબર તરીકે કામ કરે છે. જ્યારે તેમની સોસાયટીની બહાર આવેલ કોમ્પલેક્ષમાં તેમની દુકાન આવેલ છે. ત્યાં કેટલાક શખ્સો બેસી રહેતા હતા. જેથી આસપાસની દુકાનવાળાએ જણાવ્યુ કે તમારી દુકાન બહાર કેટલાક લોકો બેસે છે. આવી રીતે રહેશો તો તમારી દુકાન પચાવી પાડશે. જેથી ગત 6 જૂને તેઓ દુકાનની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરતા હતા. તે સમયે રાજા મેવાતી તથા અજાણ્યા બે શખ્સો હાથમાં લોખંડની પાઇપ અને દંડા લઇને મકસુદભાઇને તુ કેમ બહારના લોકોને એવુ કહે છે કે રાજા મેવાતીએ મારી દુકાન પર કબ્જો કરેલ છે. કહીને બિભત્સ ગાળો બોલીને ત્રણેયે મકસુદભાઇને માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય શખ્સો આજે જવા દઉ છું ફરીથી મારૂ નામ લઇશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય જતા રહ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત યુ-ટ્યુબરને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે મકસુદભાઇએ રાજા મેવાતી સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






