GSEB 10th SSC Results 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 (SSC) 2025 ના પરિણામ જાહેર કરી દેવાયું છે. આ સાથે જ 8.92 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમના ભાવિનો આજે ફેંસલો આવ્યો છે..
ધો. 10 ની પરીક્ષાનું આજે પરિણામ સામે આવ્યાા બાદ ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે સર્વે વ્હાલા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન!! ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 તેમજ સંસ્કૃત પ્રથમાની વાર્ષિક પરીક્ષામાં ઉતીર્ણ થનાર સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. આપ સૌ આગામી તમામ પરીક્ષાઓમાં સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યના પથ પર ગતિશીલ રહો એજ અભ્યર્થના.
નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા યોજાયેલી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2025માં આ વર્ષે કુલ 7,46,892 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વખતે પરિણામે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે, જે 83.08% રહ્યું, જે ગત વર્ષના 82.56%ની તુલનામાં 0.52%નો વધારો દર્શાવે છે.
મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રએ સૌથી ઉચ્ચ 99.11% પરિણામ હાંસલ કર્યું, જે રાજ્યમાં સૌથી વધુ છે. ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું પરિણામ સૌથી નીચું 29.56% રહ્યું. જિલ્લાઓના પ્રદર્શનની દૃષ્ટિએ, બનાસકાંઠાએ 89.29% સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે ખેડા જિલ્લો 72.55% સાથે સૌથી નીચા પરિણામ સાથે રહ્યો. શાળાઓના પરિણામની દૃષ્ટિએ, રાજ્યની 1,574 શાળાઓએ 100% પરિણામ હાંસલ કર્યું, જે શિક્ષણની ગુણવત્તા દર્શાવે છે. જોકે, 45 શાળાઓ એવી હતી જેનું પરિણામ 30%થી ઓછું રહ્યું, જે ચિંતાનો વિષય છે.






