શિક્ષણના હક હેઠળ (RTE Act-2009) રાજ્ય સરકાર દ્વારા ખાનગી બિનઅનુદાનિત પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાનો પ્રયાસ સતત ચાલુ છે. આ પ્રયાસના તાજેતરના તબક્કા અંતર્ગત, તા. 6 જૂન 2025ના રોજ RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડમાં વધુ 2,231 બાળકોને ધોરણ-1માં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓએ 13 જૂન, શુક્રવાર સુધી જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર રહી જરૂરી દસ્તાવેજો જમા કરીને પોતાનો પ્રવેશ પક્કો કરાવવો જરૂરી છે.
કુલ 85,744 બાળકોને શાળામાં પ્રવેશ મળ્યો
આ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રાજ્યની 9,814 ખાનગી બિનઅનુદાનિત શાળાઓમાં RTE હેઠળ 94,798 બેઠકો ઉપલબ્ધ હતી. પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા દ્વારા 93,270 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો, જેમાંથી 85,744 વિદ્યાર્થીઓએ શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.
ખાલી બેઠકોનો મુખ્ય કારણ એ છે કે અરજદારો દ્વારા ઓનલાઇન અરજીમાં આ શાળાઓ પસંદ કરવામાં આવી નહોતી.
રાજ્યમાં 6,946 જેટલી જગ્યાઓ હજુ પણ ખાલી
આ ત્રીજા રાઉન્ડ પછી પણ રાજ્યભરમાં RTE હેઠળની કુલ 6,946 બેઠકો ખાલી રહી છે, જેમાં:
ગુજરાતી માધ્યમ: 624 બેઠકો
અંગ્રેજી માધ્યમ: 4,238 બેઠકો
હિન્દી માધ્યમ: 1,919 બેઠકો
અન્ય માધ્યમ: 165 બેઠકો
82,448 અરજદારોને શાળાની પુનઃપસંદગીનો વિકલ્પ
બીજા રાઉન્ડ બાદ ખાલી રહેલી 9,157 બેઠકો માટે, પ્રવેશથી વંચિત રહેલા 82,448 માન્ય અરજદારોને તા. 2 થી 4 જૂન દરમિયાન શાળાની પુનઃપસંદગીની તક આપવામાં આવી હતી. જેમાંથી:
31,391 અરજદારોએ શાળાની નવી પસંદગી કરી
51,057 અરજદારોએ તેમની જૂની પસંદગીઓ યથાવત્ રાખી
આ માહિતી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવી છે.
મલ્લિકાર્જુન ખડગેના 'અભણ ગુજરાતી' વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું!: અર્જુન મોઢવાડિયા અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને લીધી આડેહાથ





