Home Gujarat Idar Laloda Rabid Dog Buffalo Death 20 People Take Anti Rabies Injection

ઇડરમાં હડકાયું શ્વાન ભેંસને કરડતા 20 લોકો ભાગ્યા હોસ્પિટલ : હડકવાથી ભેંસનું મોત થતાં દૂધ પિતા તમામએ લીધી રસી

ઇડરમાં હડકાયું શ્વાન ભેંસને કરડતા 20 લોકો ભાગ્યા હોસ્પિટલ
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 07:25 AM IST

ઇડર તાલુકાના લાલોડા ગામમાં હડકાયા શ્વાનના હુમલા બાદ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. લગભગ સાત દિવસ પહેલાં હડકાયેલું શ્વાન એક ભેંસને કરડ્યું હતું, ત્યારે થોડા દિવસો બાદ ભેંસમાં હડકવાના લક્ષણો દેખાતા તેનું મોત થયું હતું. આ ઘટનાથી ગામમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, લાલોડા ગામમાં હડકાયેલા શ્વાન દ્વારા કરડાયેલી ભેંસ છેલ્લા કેટલાક દિવસથી અસ્વસ્થ હતી. આજે અચાનક ભેંસમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા અને થોડી જ વારમાં તેનું મોત થયું હતું.
20 લોકો રસી લેવા પહોંચ્યા ઇડર સિવિલ

ભેંસનું દૂધ પીધેલા ગામના લોકોમાં ચિંતા ફેલાતા તેઓ તરત જ સારવાર માટે ઇડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ડોક્ટરોએ સાવચેતીના ભાગરૂપે કુલ 20 લોકોને હડકવા વિરોધી રસી (Anti-Rabies Injection) આપી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે. ગ્રામજનો દ્વારા પશુચિકિત્સા વિભાગને પણ જાણ કરવામાં આવી છે જેથી વિસ્તારમાં હડકાયેલા પ્રાણીઓ અંગે તપાસ અને નિયંત્રણ માટે પગલાં લેવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now