ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10 (SSC) અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગ્યે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોવાની સાથે વિદ્યાર્થીઓ આ વખતે વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ મેળવી રહ્યા છે.
દીકરીઓએ મારી બાજી: નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ
આ વર્ષના પરિણામમાં ફરી એકવાર કન્યાઓએ મેદાન માર્યું છે. રાજ્યમાં કન્યાઓનું પરિણામ 88.28% રહ્યું છે, જે કુમારો કરતા ઘણું વધારે છે. જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો, નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લો 76.42% સાથે સૌથી છેલ્લે રહ્યો છે.
GSEB ધોરણ 10નું પરિણામ કાલે સવારે 8 વાગ્યે જાહેર થશે: Whatsapp દ્વારા પણ જોઈ શકાશે રિઝલ્ટ, જાણો કેવી રીતે
કેન્દ્ર વાઈઝ વિગતો: આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે
પરીક્ષા કેન્દ્રોની દ્રષ્ટિએ ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર ઝળક્યું છે, જ્યાંનું પરિણામ 100% આવ્યું છે. તેની સામે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર રાજ્યમાં સૌથી ઓછું 33.74% પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. રાજ્યની કુલ 1,697 શાળાઓ એવી છે જ્યાં 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.
અમદાવાદમાં તોફાની વરસાદ: ગાજવીજ સાથે માવઠું, યલો એલર્ટ જાહેર
આંકડાકીય વિશ્લેષણ: માધ્યમ મુજબ પરિણામ
આ વર્ષે પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. માધ્યમ મુજબ જોઈએ તો:
અંગ્રેજી માધ્યમ: 92.50% પરિણામ
ગુજરાતી માધ્યમ: 82.67% પરિણામ
મુંબઈ હાઈકોર્ટનો મોટો ચુકાદો: દમણની ‘ધ ડેલ્ટિન’ હોટલમાં કેસિનો અને સ્લોટ મશીનને મંજૂરી નહીં
નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 'બેસ્ટ ઓફ ટુ'ની તક
આ વર્ષે કુલ 1,83,674 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે, જેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર અને 16,763 ખાનગી (GSOS) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા તેમના માટે બોર્ડ દ્વારા જૂન માસમાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ 'Best of Two' યોજના હેઠળ આ પરીક્ષામાં બેસીને પોતાનું વર્ષ સુધારી શકશે.
ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ: ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ
કઈ રીતે જોશો તમારું પરિણામ?
વિદ્યાર્થીઓ નીચેની પદ્ધતિઓ દ્વારા પોતાનું પરિણામ ચેક કરી શકે છે:
વેબસાઇટ: www.gseb.org પર જઈને પોતાનો સીટ નંબર એન્ટર કરો.
વોટ્સએપ: તમારા મોબાઈલ પરથી 6357300971 નંબર પર સીટ નંબર મોકલીને તુરંત પરિણામ મેળવી શકાશે.





