Home Gujarat I Kheedut Portal Will Be Launched For Farmers From This Date

ખેડૂતો માટે આ તારીખથી ચાલુ થશે આઈ-ખેડૂત પોર્ટલ : બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વિવિધ યોજનામાં મળશે સહાય

ખેડૂતો માટે આ તારીખથી ચાલુ થશે આઈ-ખેડૂત પોર્ટલ
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 02:06 PM IST

વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વર્તમાન યોજનાઓનો લાભ લેવા માટે નવીન 'આઈ-ખેડૂત પોર્ટલ 2.0' ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે બાગાયત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે નાની નર્સરી, ફળપાક પ્લાન્ટીંગ મટીરિયલમાં સહાય કાર્યક્રમ, કમલ ફળ વાવેતર, ફળપાક ઉત્પાદકતા અને પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે.

બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વિવિધ યોજનામાં મળશે સહાય

કોલ્ડ રૂમ તેમજ અન્ય બાગાયતી પાકોની પેદાશ બાબતની મળી કુલ 25 થી વધારે ઘટકોમાં બાગાયતી પાકોની યોજનાકીય સહાય મેળવવા માટે વડોદરા જિલ્લાના ખેડૂતોને તા. 18/08/2025 થી તા. 01/09/2025 સુધી માટે https://www.ikhedut.gujarat.gov.in પર અરજી કરવાની તક છે. આઇ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે અને યોજનાકીય લાભ મેળવી શકશે.

આઈ-ખેડૂત પોર્ટલ 2.0 તા. 1 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે

અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now