Home Gujarat I Kheedut Portal 20 Becomes Useful For Farmersof Gujarat

ગુજરાતના ખેડૂતોને ઉપયોગી બન્યું ‘આઈ-ખેડૂત પોર્ટલ 2.0’ : લાભાર્થીઓ માટે નોંધણી-રજીસ્ટ્રેશન ફરજિયાત

ગુજરાતના ખેડૂતોને ઉપયોગી બન્યું ‘આઈ-ખેડૂત પોર્ટલ 2.0’
Published by: OBS Bureau
Last Updated: May 29, 2025, 01:23 PM IST

વર્ષ ૨૦૨૫-૨૬ થી ગુજરાત સરકાર દ્વારા કૃષિ વિભાગના જુદા-જુદા પ્રભાગોમાં સહાયલક્ષી યોજનાઓનો લાભ રાજ્યના ખેડૂતોને સરળતાથી મળે તે માટે નવીન આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પોર્ટલના માધ્યમથી જ બાગાયત નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા અમલીકૃત સહાય યોજનાઓ હેઠળના મીની ટ્રેક્ટર (20 PTO હોર્સ પાવર સુધી), મીની રોટાવેટર, મીની ક્લ્ટીવેટર, મીની ટ્રેલર, મીની પાણીનું ટેંકર, વજનકાંટા, પ્લાસ્ટીક ક્રેટસ, ક્રોપ કવર, પ્લાસ્ટીક મલ્ચીંગ તેમજ ગ્રીનહાઉસ, પોલીહાઉસ, નેટહાઉસ, પોલીટનલ જેવા ઘટકો હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

આ ઘટકો હેઠળ ખેડૂતો સહાય મેળવી શકે તે માટે ઉપરોક્ત ઘટકોના જરૂરી સાધનો-એકમોની તમામ સંબંધિત કંપનીઓએ આઈ-ખેડૂત ૨.૦ (ikhedut.gujarat.gov.in ) પોર્ટલ પર ફરજીયાત પણે નોંધણી કરાવવાની રહેશે.

સંબંધિત કંપનીઓએ આ સાધનો-એકમોના સ્પેશીફીકેશનને ધ્યાને લઇ જરૂરી સાધનિક કાગળો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. જેની વધુ વિગતો બાગાયત ખાતાની વેબસાઇટ (https://doh.gujarat.gov.in) પર જોઈ શકાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now