Home Gujarat Huge Protest Against Amcs Plan To Demolish Illegal Shops

અમદાવાદમાં ગેરકાયદે દુકાન તોડવા મુદ્દે બાબલ : મહિલાએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં ગેરકાયદે દુકાન તોડવા મુદ્દે બાબલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 12:21 PM IST

અમદાવાદમાં મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘોડાસરના પુનિતનગર વિસ્તારમાં ડિમોલિશન કામગીરીથી કંટાળી પગલું ભર્યાની અટકળ વહેતી થઈ છે. મહિલાએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે.

મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

ઘોડાસર પાસે પુનિત નગર વિસ્તારમાં મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. AMC ડિમોલિશનની કામગીરીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની અટકળ વહેતી થી છે. AMCના અધિકારીઓ પહોંચ્યા ત્યારે મહિલાએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વારંવાર AMC દ્વારા મહિલાની દુકાનને ટાર્ગેટ કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે.

AMCની ટીમ પર ટોળાએ પથ્થરમારો કર્યો

AMCની ટીમ પર ટોળાએ પથ્થરમારો કરતા કોર્પોરેશનની ગાડીનો કાચ તુટ્યો છે.બંદોબસ્ત ફળવાયો હોવા છતા કોર્પોરેશનની ટીમ પોલીસ વિના પહોંચી હતી. ડિમોલેશન રોકવા માટે પથ્થરમારો બાદમાં મહિલાએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now