Home Tech/Gadgets Huaweis New Tri Fold Smartphone Will Be Launched On This Date

Huawei નો નવો Tri-Fold સ્માર્ટફોનની રિલીઝ ડેટ જાહેર : આ સ્માર્ટફોનમાં કેવા અને કયા શાનદાર ફીચર્સ હશે?

Huawei નો નવો Tri-Fold સ્માર્ટફોનની રિલીઝ ડેટ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 05:54 AM IST

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawei એ ગયા વર્ષે પહેલા ટ્રિપલ-ફોલ્ડ સ્માર્ટફોન રજૂ કર્યો હતો. કંપનીનો બીજો ટ્રિપલ-ફોલ્ડ સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે.

કલર ઓપ્શન

આ સ્માર્ટફોન 4 સપ્ટેમ્બરે ચીનમાં લોન્ચ થશે. તેમાં Z-આકારનો ગ્રાફિક છે. તે સૂચવે છે કે, આ સ્માર્ટફોન ટ્રિપલ-ફોલ્ડ છે. આ સિવાય, આ સ્માર્ટફોન વિશે અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી. ચીનના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, Huawei ના આગામી ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોનના કલર્સ એક પ્રમોશનલ વીડિયોમાં લીક થયા છે. Huawei ના Mate XTs Extraordinary Master ને White અને Crimson Purple રંગોમાં ઉપલબ્ધ કરાવી શકાય છે.

કેમેરા સેટઅપ

ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને જણાવ્યું છે કે, આ સ્માર્ટફોન Huawei ના આ સ્માર્ટફોનમાં Kirin 9020 ચિપસેટ હશે. આ ચિપસેટનો ઉપયોગ કંપનીની હાલમાં રજૂ કરાયેલ Pura 80 સીરિઝમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટિપસ્ટરે કહ્યું છે કે, Huawei Mate XTs Extraordinary Master માં સેટેલાઇટ કોમ્યુનિકેશન માટે સપોર્ટ હોઈ શકે છે. આ સ્માર્ટફોનમાં વેરિયેબલ એપરચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો હોઈ શકે છે. તેમાં 'Red Maple' પણ સપોર્ટેડ છે.

ડિસ્પ્લે

Huawei એ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં Mate XT Ultimate Design લોન્ચ કર્યું હતું અને તે લાલ અને કાળા રંગોમાં ઉપલબ્ધ છે. તે EMUI 14.2 આઉટ-ઓફ-ધ-બોક્સ પર ચાલે છે. આ ટ્રિપલ ફોલ્ડ સ્માર્ટફોનની સ્ક્રીન અનફોલ્ડ થાય ત્યારે 10.2 ઇંચની (3184x2232 પિક્સલ્સ) છે. Mate XT Ultimate Design ની ફ્લેક્સિબલ LTPO OLED સ્ક્રીન એક વાર ફોલ્ડ થાય ત્યારે 7.9 ઇંચની (2048x 2232 પિક્સલ્સ) અને બીજી વાર ફોલ્ડ થાય ત્યારે 6.4 ઇંચની (1008x2232 પિક્સલ્સ) છે. ચીનમાં રજૂ કરાયેલ Mate XT Ultimate Design ના વેરિઅન્ટમાં Kirin 9010 ચિપસેટ આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનનું વેચાણ ઝડપથી વધ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now