Home International How Will Dubais New Golden Visa Scheme Affect Real Estate

દુબઈની નવી ગોલ્ડન વીઝા સ્કીમથી રિયલ એસ્ટેટ પર શું થશે અસર? : જાણો હકિકત વિગતવાર

દુબઈની નવી ગોલ્ડન વીઝા સ્કીમથી રિયલ એસ્ટેટ પર શું થશે અસર?
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 05:02 PM IST

UAE સરકારે નાની અને મધ્યમ આવક ધરાવતા વ્યાવસાયિકો માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ગોલ્ડન વિઝા મેળવવા માટે મિલકત ખરીદવી કે કોઈ બિઝનેસમાં રોકાણ કરવાની જરૂર નથી. માત્ર **AED 100,000 (અંદાજે ₹23.3 લાખ)**ની ફી ચુકવીને ભારતીયો સહિત વિશ્વભરના નાગરિકો હવે આજીવન નિવાસ અધિકાર મેળવી શકે છે.

આ પહેલા UAEમાં ગોલ્ડન વિઝા માટે ઓછામાં ઓછું **AED 2 મિલિયન (₹4.66 કરોડ)**નું રોકાણ ફરજિયાત હતું. નવા નિયમો દ્રારા ખાસ કરીને મધ્યમ વર્ગ અને યુવા વ્યાવસાયિકોને આકર્ષિત કરવાનો પ્રયાસ થયો છે.

વિશ્વભરના રોકાણકારો માટે આકર્ષક તકો
ANAROCK ગ્રુપના MENA ક્ષેત્રના મેનેજિંગ ડિરેક્ટર મોર્ગન ઓવેન કહે છે કે, “આ નિર્ણય દુબઈમાં નિવાસ માટે ઇચ્છુક એવા ઉદ્ભવતા ભારતીય વર્ગ માટે સુવર્ણ અવસર છે. હવે તેમના માટે દુબઈમાં જીવનની શરૂઆત કરવી વધુ સરળ બની છે.”

તેમણે ઉમેર્યું કે, "આ બદલાવના કારણે ઈન્ડિયન મિડલ અને અપપર મિડલ વર્ગ હવે UAE તરફ વળશે, જેને વધુ સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય જીવનશૈલી મળી શકે છે. આ વર્ગ ભારતની અતિ-લક્ઝરી હાઉસિંગ બજાર પર પણ અસર છોડી શકે છે."

ભાડા બજાર પણ થશે મજબૂત
JLL ઈન્ડિયાના રિતેશ મહેતા, (સિનિયર ડિરેક્ટર – રેસિડેન્શિયલ સર્વિસીસ) મુજબ, “ગોલ્ડન વિઝા માટે ફી ઘટાડવાથી યુએઈ ફક્ત શ્રીમંતો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ હવે યુવા ટેક પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગકારો માટે પણ ખુલ્લું બની જશે.”

તેમણે ઉમેર્યું કે, “ઘણા લોકો શરૂઆતમાં ભાડે રહેવાનો વિકલ્પ પસંદ કરશે, જેનાથી દુબઈના રેન્ટલ માર્કેટમાં પણ તેજી જોવા મળશે.”

શુ બનશે અત્યારે?
ભારતીયોની દુબઈમાં વસવાટ કરવાની ઈચ્છા વધારે વેગ પકડશે

મિલકતની જરૂરિયાત દૂર થતાં ‘ઓન પેપર’ વસવાટ વધુ સરળ બનશે

વિશ્વભરમાંથી યુવા, સ્ટાર્ટઅપ્સ અને ટેક-ટેલેન્ટને UAE તરફ ખેંચશે

દુબઈના ભાડા બજાર અને સેવાઓ ક્ષેત્રને બમણો ફાયદો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now