Home Gujarat How Uniform Civil Code Will Effect You Know In Details

UCCથી કોને ફાયદો કોને નુકસાન : સમાન નાગરિક સંહિતાથી શું થશે ફેરફાર? જાણો તમામ વિગતો

UCCથી કોને ફાયદો કોને નુકસાન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2025, 01:24 PM IST

સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાની દિશામાં ગુજરાતે એક મહત્વનું પગલું લીધું છે. ગુજરાત સરકાર UCCની સમીક્ષા કરવા માટે એક કમિટીની રચના કરી છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ કરી રહ્યા છે. આ સમિતિમાં અન્ય ચાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અભ્યાસ કરીને 45 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. ઉત્તરાખંડ અને ગોવામાં પહેલાથી જ યૂસીસી અમલમાં છે. અને હવે ગુજરાતમાં તેને અમલમાં મુકી શકાય કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સૌના મનમાં એક જ સવાલ છે કે, આખરે UCC શું છે અને તેના લાગૂ થવાથી આપણા જીવનમાં શું ફેરફાર થશે, તો અહીં અમે તમને તમામ વિગતો જણાવી રહ્યા છે.

UCC શું છે?
UCCનો અર્થ છે કે રાજ્યના તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, દતક લેવાનો, સંપતીમાં ભાગ આપવા અને અન્ય સિવિલ મામલામાં એક સમાન કાયદાઓ લાગૂ થાય. તેનો હેતુ વિભિન્ન ધર્મો અને સમુદાયો માટે અલગ અલગ પર્સનલ લોની જગ્યાએ એક સમાન પ્રણાલી સ્થાપિત કરવાનો છે. જેને સીધો અર્થ એ થયો છે સૌના અધિકાર સમાન હશે અને સૌને માટે કાયદાઓ પણ સમાન હશે.ૉ

UCCથી તમારા જીવન પર શું અસર થશે?

જો ગુજરાતમાં સમીક્ષા કરવામાં આવેલી સમિતિનો રિપોર્ટ યૂસીસીની તરફેણમાં આવે અને તેને લાગૂ કરવાનુ થાય તો તમારા જીવન અને તમને લાગૂ પડતા કાયદામાં અનેક મહત્વના ફેરફારો થશે. જે નીચે પ્રમાણે છે.

1. તમામ માટે સરખા નિયમ
યુસીસીના અમલ પછી, લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને વારસાના નિયમો બધા ધર્મો અને સમુદાયો માટે સમાન રહેશે. આનાથી હલાલા જેવી દુષ્ટ પ્રથાઓનો અંત આવશે અને મહિલાઓને સમાન અધિકારો સુનિશ્ચિત થશે.

2. વિવાહ અને લિવ-ઈનનું રજિસ્ટ્રેશન
વિવાહ અને લિવ ઈન માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. રજિસ્ટ્રેશન વિના લિવ-ઈનમાં એક મહિના કરતા વધુ સમયથી રહેતા હોય તો સજાની જોગવાઈ છે. લગ્ન રજિસ્ટર ન કરાવ્યા હોય તો 25 હજારનો દંડ થઈ શકે છે.

3. બહુ પત્નીત્વ પર પ્રતિબંધ
યૂસીસી અંતર્ગત એક પત્નીત્વને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. વિવાહના સમયે કોઈ વ્યક્તિનો અન્ય જીવનસાથી જીવિત ન હોય શકે.

4. વારસો
વસિયતનામામાં પારદર્શિતા વધારવા માટે પ્રમાણભૂત દસ્તાવેજીકરણ અને ગવાહોનું વીડિયો રેકોર્ડિંગ અનિવાર્ય છે. છોકરાઓ અને છોકરીઓને આ માટે સમાન અધિકારો આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now