Home Tech/Gadgets How To Hide Active Status On Instagram Know Complete Step By Step Information

Instagram પર ‘એક્ટિવ સ્ટેટસ’ કેવી રીતે છુપાવવું? : તમારી પ્રાઇવસી હવે તમારા હાથમાં, ઓનલાઇન હશો તો પણ કોઈને ખબર નહીં પડે!

Instagram પર ‘એક્ટિવ સ્ટેટસ’ કેવી રીતે છુપાવવું?
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 01:23 PM IST

Instagram : આજના સમયમાં સોશિયલ મીડિયા આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ગયું છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર આપણે કલાકો સુધી રીલ્સ જોતા હોઈએ છીએ અથવા મિત્રો સાથે વાતો કરતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે, આપણે ઓનલાઇન હોઈએ ત્યારે મિત્રો કે સંબંધીઓના મેસેજ આવવા લાગે છે અને તરત રિપ્લાય આપવાનું દબાણ અનુભવાય છે. જો તમે પણ તમારી પ્રાઇવસી જાળવી રાખીને શાંતિથી ઇન્સ્ટાગ્રામ વાપરવા ઈચ્છો છો, તો આ ખાસ ફીચર તમારા માટે છે.

શું છે 'એક્ટિવ સ્ટેટસ'?

જ્યારે પણ તમે ઇન્સ્ટાગ્રામ એપ ખોલો છો, ત્યારે તમારા પ્રોફાઇલ પિક્ચરની બાજુમાં એક નાનકડું 'ગ્રીન ડોટ' (લીલું ટપકું) દેખાય છે. આ સિવાય મેસેજ લિસ્ટમાં 'Active Now' લખેલું આવે છે. આનો અર્થ એ છે કે, તમારા ફોલોઅર્સ અને જેની સાથે તમે ચેટ કરી છે તે જાણી શકે છે કે, તમે અત્યારે એપ પર એક્ટિવ છો. ઘણીવાર આ ફીચરને લીધે આપણે ન ઈચ્છતા હોવા છતાં લોકો સાથે વાત કરવી પડે છે.

ઓફલાઇન દેખાવાના ફાયદા

એક્ટિવ સ્ટેટસ બંધ કરવાથી તમે 'ડિજિટલ દુનિયા' માં અદ્રશ્ય થઈ શકો છો. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમે ગમે તેટલી વાર ઇન્સ્ટાગ્રામ વાપરો, કોઈને ખબર નહીં પડે કે તમે ક્યારે ઓનલાઇન આવ્યા અને ક્યારે ગયા. આનાથી મેસેજનો તુરંત જવાબ આપવાની ચિંતા રહેતી નથી અને તમે તમારી મરજી મુજબ એપ એન્જોય કરી શકો છો.

સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

ઇન્સ્ટાગ્રામ પર ઓફલાઇન દેખાવા માટે તમારે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

  • સૌ પ્રથમ તમારા ફોનમાં Instagram App ઓપન કરો.

  • તમારી Profile આઇકોન પર ટેપ કરીને પ્રોફાઇલ પેજ પર જાઓ.

  • જમણી બાજુ ઉપરના ખૂણે આપેલી ત્રણ લાઇન (Menu) પર ક્લિક કરો.

  • ત્યાં 'Settings and Activity' ના વિકલ્પમાં જાઓ.

  • હવે નીચે સ્ક્રોલ કરો અને 'Messages and story replies' પર ટેપ કરો.

  • અહીં તમને 'Show activity status' નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.

  • હવે તેને 'Off' કરી દો.

બસ, આટલું કરતા જ તમારું ઓનલાઇન સ્ટેટસ છુપાઈ જશે!

ધ્યાન રાખવા જેવી બાબત

યાદ રાખો કે, જો તમે તમારું એક્ટિવ સ્ટેટસ બંધ કરશો, તો તમે પણ બીજા લોકો ક્યારે ઓનલાઇન છે તે જોઈ શકશો નહીં. આ પ્રાઇવસી ફીચર બંને તરફ કામ કરે છે. જો તમારે ફરીથી ઓનલાઇન દેખાવું હોય, તો આ જ રીતે સેટિંગ્સમાં જઈને તેને ફરીથી 'On' કરી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now