Home Tech/Gadgets Hmds Watch X1 And Watch P1 To Be Launched Soon Know About Battery And Health Features

HMD ની Watch X1 અને Watch P1 ટૂંક સમયમાં થશે લોન્ચ! : 5 દિવસની બેટરી લાઇફ અને અદ્ભુત હેલ્થ ફીચર્સ, જાણો

HMD ની Watch X1 અને Watch P1 ટૂંક સમયમાં થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 08:44 AM IST

HMD એ બે નવી સ્માર્ટવોચ લોન્ચ કરીને તેના વેરેબલ લાઇનઅપનો વિસ્તાર કર્યો છે: HMD Watch X1 અને HMD Watch P1. બંને સ્માર્ટવોચ બેઝિક ફિટનેસ ટ્રેકિંગ અને લાંબી બેટરી લાઇફ ઓફર કરે છે. HMD એ હજુ સુધી બંને ઘડિયાળોની કિંમત કે ઉપલબ્ધતા જાહેર કરી નથી. જાણો HMD Watch X1 અને HMD Watch P1 ના હેલ્થ ફીચર્સ વિશેની માહિતી.

HMD Watch X1 ના ફીચર્સ

HMD Watch X1 એક પ્રીમિયમ સ્માર્ટવોચ છે જેમાં 1.43 ઇંચની ગોળાકાર AMOLED ડિસ્પ્લે છે જે 466×466 પિક્સેલ રિઝોલ્યુશન અને 600 nits ની બ્રાઇટનેસ આપે છે. આ ઘડિયાળ IP68-રેટેડ છે, જે પાણીથી પ્રોટેક્શન આપે છે. આ સ્માર્ટવોચ એક જ ચાર્જ પર આશરે 5 દિવસ સુધી ચાલી શકે છે. હેલ્થ ફીચર્સમાં હૃદયના ધબકારા અને બ્લડ ઓક્સિજન સેન્સર, સ્લીપ ટ્રેકિંગ અને 700 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો સમાવેશ થાય છે. તે બેસિક હેલ્થ રીમાઇન્ડર્સ પણ આપે છે, જેમાં લાંબા સમય સુધી ઇનએક્ટિવ માટે અલર્ટ અને પાણી પીવા માટે રીમાઇન્ડર્સનો સમાવેશ થાય છે. તે Gray green, black, gray metallic અને silver લેધર કલર ઓપ્શનમાં આવે છે.

HMD Watch P1 ના ફીચર્સ

HMD Watch P1 એક બજેટ સ્માર્ટવોચ છે જેમાં 1.83 ઇંચની લંબચોરસ LCD ડિસ્પ્લે છે, જે 284×240 પિક્સેલ રિઝોલ્યુશન અને 550 nits સુધીની ટોચની બ્રાઇટનેસ આપે છે. આ ઘડિયાળ IP67 રેટિંગ સાથે આવે છે, જે સ્માર્ટવોચને ધૂળ અને પાણીથી પ્રોટેક્ટ કરે છે. જોકે, આ સ્માર્ટવોચ સ્વિમિંગ માટે યોગ્ય નથી. તે Black અને Silver ના કલરમાં ઉપલબ્ધ છે. બેટરી લાઇફ 4 દિવસ સુધી ચાલવાનો દાવો કરવામાં આવે છે. તે 700 સ્પોર્ટ્સ મોડ્સ સાથે સ્લીપ મોનિટરિંગ મળે છે. ઘડિયાળમાં GPS અથવા NFC જેવા અદ્યતન ફીચર્સ જોવા મળતા નથી, જે તેને આઉટડોર એક્ટિવિટી અને કોન્ટેકટલેસ પેમેન્ટ પણ નથી થઈ શકતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now