Home Gujarat Heavy Rainfall Prediction For Gujarat Ambalal Patel Paresh Goswami

ગુજરાત પર મંડરાઈ રહ્યો છે પૂરનો ખતરો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની તોફાની આગાહી, હવે ભૂક્કા કાઢશે વરસાદ!

ગુજરાત પર મંડરાઈ રહ્યો છે પૂરનો ખતરો
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 08:20 AM IST

Gujarat Rainfall Prediction of Ambalal Patel: છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. પહેલાં દક્ષિણ ગુજરાત અને પછી ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી દીધી છે. જોકે, હવે જે આગાહી સામે આવી રહી છે એ મુજબ ગુજરાત પર ઘેરા સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. કારણકે, આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.

ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહીઃ
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ ગઈ છે. ચોમાસાની ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન પસાર થતા ભારે વરસાદની આગાહી આવી છે. જેમાં 10 થી 14 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો 9 થી 15 જૂલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.

ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની પરેશ ગોસ્વામીની આગાહીઃ
જ્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી 10-11 તારીખ સુધી વરસાદ યથાવત રહેશે. મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે. જે રાજ્યના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે. તેમણે એવું પણ જણાવ્યું છેકે, હાલ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોમાં તેની પણ તીવ્રતા વધશે. હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બદલતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ થયો છે. આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતમાં 39 ટકા વરસાદ વરસી ગયો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે, જેથી ગુજરાતમાં 11 તારીખ સુધી સારા વરસાદ થવાના છે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં પછી શકે છે ભારે વરસાદ?
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 30થી 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ આવવાની અંબાલાલ પટેલની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now