સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજા અમદાવાદ પર ઓળધોળ થયા છે .ગત રાત્રે સમગ્ર અમદાવાદ શહેર માં વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા,આમ તો છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યની સાથે અમદાવાદમાં પણ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ચુક્યો છે. ગઈ કાલે દિવસ દરમ્યાન અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા સતત વરસતા રહ્યા હતા,
સમગ્ર દિવસ દરમ્યાન અમદાવાદમાં વરસાદી માહોલ જળવાયેલો રહેવા સાથે મોડી રાત્રે અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના જોરદાર ધડાકાઓ સાથે વરસાદ વરસવાનું શરુ થયું હતું.ભયભીત થવા સાથે ધ્રુજારી છૂટે તે પ્રકારના તોતિંગ ગાજવીજ સાથે વરસતા વરસાદે નિંદ્રાધીન લોકોને જગાડી દીધા હતા.
અમદાવાદ શહેરમાં મોડીરાત્રે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમ્યાન સરેરાશ બે ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો છે .
નીચાણવાળા વિસ્ભાતારોમાં વરસાદી પાણી ભરાયા
રે વરસાદને પગલે અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.કેટલાક અન્ડરપાસમાં વ્યાપક પ્રમાણમાં વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા આ અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા .. ખુલ્લામાં જીવન ગુજરાત પરિવારો કફોડી સ્થતિમાં મુકાયા હતા.
ભારે વરસાદ વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો ..
ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ
અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્ય હતા રાત્રીના 12 વાગ્યા પછી ગાંધીનગરના જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનું શરુ થયું હતું.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના માણસામાં ત્રણ ઇંચ ,ગાંધીનગરમાં બે ઇંચ ,દહેગામમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ,






