Home Health-lifestyle Health Tips Real Vs Fake Banana Identification Tips Food Adulteration Calcium Carbide Side Effects

શું તમે પણ નકલી કેળા તો નથી ખાઈ રહ્યા ને? : આ રીતે કરો અસલી-નકલીની ઓળખ, બીમારીઓથી રહો દૂર

શું તમે પણ નકલી કેળા તો નથી ખાઈ રહ્યા ને?
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 04:09 AM IST

Fake Banana vs Real Banana Identification: આજકાલ બજારમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. દૂધ, મસાલા અને અનાજ બાદ હવે ફળોમાં પણ જોખમી કેમિકલ્સનો ઉપયોગ ચિંતાનો વિષય બન્યો છે. કેળા એક એવું ફળ છે જે બારેમાસ મળે છે અને નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકના ડાયેટનો તે મહત્વનો હિસ્સો છે. સસ્તું, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે તેને 'સુપરફૂડ' માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પીળાચટ્ટક કેળા હોંશે હોંશે ખાઓ છો, તે ખરેખર કુદરતી રીતે પાકેલા છે કે પછી ઝેરી કાર્બાઇડથી?

કેળામાં વિટામિન B6, વિટામિન C, પોટેશિયમ અને ફાઇબર જેવા તત્વો હોય છે જે શરીરને ત્વરિત ઉર્જા આપે છે અને પાચનતંત્ર મજબૂત કરે છે. જોકે, નફાખોરીના લોભમાં વેપારીઓ કેળાને ઝડપથી પકવવા માટે 'કેલ્શિયમ કાર્બાઇડ' જેવા જોખમી રસાયણોનો ઉપયોગ કરે છે. આવા કેળા દેખાવમાં તો સુંદર લાગે છે, પણ તે તમારા સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન સાબિત થઈ શકે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમે અસલી અને નકલી (કેમિકલયુક્ત) કેળા વચ્ચેનો તફાવત સેકન્ડોમાં પારખી શકશો.

1. પાણીનો ટેસ્ટ: કેળું ડૂબે છે કે તરે છે?

કેળાની શુદ્ધતા ચકાસવાની આ સૌથી જૂની અને વિશ્વસનીય રીત છે.

  • કેવી રીતે તપાસશો: એક તપેલી કે ડોલમાં પાણી ભરો અને તેમાં કેળું નાખો.

  • પરિણામ: જો કેળું પાણીમાં નીચે બેસી જાય (ડૂબી જાય), તો સમજી લેવું કે તે કુદરતી રીતે પાકેલું છે. પરંતુ જો કેળું પાણી પર તરવા લાગે, તો તે રાસાયણિક રીતે પકવવામાં આવ્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે. કેમિકલથી પાકેલા કેળામાં હવા ભરાઈ જતી હોવાથી તે હલકા થઈ જાય છે અને તરવા લાગે છે.

2. છાલનો રંગ અને ડાઘ પર ધ્યાન આપો

દેખાવ પરથી છેતરાશો નહીં, કેમ કે કેમિકલયુક્ત કેળા વધુ આકર્ષક લાગે છે.

  • કુદરતી કેળા: કુદરતી રીતે પાકેલા કેળાની છાલ પર નાના ભૂરા અથવા કાળા રંગના ફોલ્લીઓ (Spots) જોવા મળે છે. આ ડાઘ સૂચવે છે કે કેળું અંદરથી વ્યવસ્થિત પાક્યું છે.

  • કેમિકલયુક્ત કેળા: કાર્બાઇડથી પકવેલા કેળા એકદમ ક્લીન અને ચમકદાર પીળા દેખાય છે. તેની પર કુદરતી ડાઘ હોતા નથી. જો કેળું બહારથી પીળું હોય પણ ખાતી વખતે અંદરથી થોડું કડક કે કાચું લાગે, તો સમજી લેવું કે તે કેમિકલનો કમાલ છે.

3. કેળાની ડાંડી (થડ) ની તપાસ

કેળાની ઉપરની ડાંડી અથવા થડ તેની શુદ્ધતાની મોટી ઓળખ છે.

  • સાચી ઓળખ: જો કેળું આખું પીળું હોય પણ તેની ઉપરની ડાંડી (થડનો ભાગ) હજુ પણ લીલો દેખાય, તો તે કેળું ક્યારેય ન ખરીદવું. કુદરતી રીતે પાકેલા કેળાની ડાંડી થોડી કાળી અથવા સૂકાયેલી હોય છે. લીલી ડાંડીવાળા પીળા કેળા મોટેભાગે કાર્બાઇડના સ્પ્રેથી પકવવામાં આવે છે.

નકલી કેળા ખાવાથી થતા ગંભીર નુકસાન

કેમિકલયુક્ત કેળા માત્ર સ્વાદ બગાડે છે એવું નથી, તે શરીરના અંગોને પણ નુકસાન પહોંચાડે છે:

  • પાચનની સમસ્યા: આવા કેળા ખાવાથી પેટમાં દુખાવો, ગેસ, ઝાડા કે ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે.

  • ત્વચાની એલર્જી: કાર્બાઇડના સંપર્કમાં આવવાથી ત્વચા પર ખંજવાળ કે બળતરા થઈ શકે છે.

  • ગંભીર બીમારીઓ: લાંબા સમય સુધી કેમિકલયુક્ત ફળો ખાવાથી કેન્સર અને નર્વસ સિસ્ટમમાં ખામી જેવી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now